જસદણના ગોખલાણા પાસે ટ્રેકટર અડફેટે બાઇકસવારનું મોત: એકને ઈજા
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના ગોખલાણા પાસે ટ્રેકટર હડફેટે બાઇક સવાર યુવકનુ મોત નીપજયુ હતુ. જયારે અન્ય એક યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. યુવકના મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સુનીલભાઇ ભુવનભાઇ (ઉ.વ. 35) અને દિનેશ ખેતશીભાઇ (ઉ.વ. 28) સાંજના સાતેક વાગ્યાના અરસામા બાઇક લઇને જસદણના ગોખલાણા પાસેથી પસાર થઇ રહયા હતા. ત્યારે અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ઘવાયેલા બંને યુવકને તાત્કાલીક સારવાર માટે જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા ગંભીર રીતે ઘવાયેલા સુનીલભાઇનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
