સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા નિ:શુલ્ક ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ શરુ કરવામાં આવ્યું
સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા નિ:શુલ્ક ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ શરુ કરવામાં આવ્યું.
રાજકોટ ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ ને જાહેર જીવનનાં આગેવાનોનો અભુતપુર્વ સહયોગ પ્રાપ્ત અત્યાર સુધીમાં ૧૫૦૦૦ જેટલા નાગરિકોની ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ માં સેલ્ફી લેવાઈ સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા નિ:શુલ્ક ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ શાળા સંકુલો, સંસ્થાઓમાં સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક, મેડિકલ, જ્ઞાતિ ઈત્યાદી મેળાવડાઓમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ જઈને ‘સ્વસ્થ જીવન શૈલી’ વિષે સંવાદનું આયોજન કરે છે. વર્તમાન સમયમાં ચારેબાજુ પ્રદુષિત વાતાવરણને કારણે માણસોને ઘણા રોગો, સ્વાસ્થ્યને લગતી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સમયે બાળકોમાં નાનપણથી જ સ્વાસ્થ્ય જાળવવાનાં સંસ્કાર આવે એ હેતુથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતર્ગત વિજય દશમી નિમિત્તે રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 20,000 થી વધુ દર્શકો જોવા માટે આવ્યા હતા, તે કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી, રામભાઈ મોકરિયા (સાંસદશ્રી- રાજ્યસભા), ભરતભાઈ બોઘરા ભાજપ ઉપપ્રમુખ (ગુજરાત), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્યશ્રી), શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્યશ્રી), મુકેશભાઈ દોશી (શહેર ભાજપ પ્રમુખ), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયરશ્રી—રાજકોટ મહાનગરપાલીકા), જૈમીનભાઈ ઠાકર (સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી), મનીષભાઈ રાડિયા (શાસકપક્ષના દંડક), નરેન્દ્રભાઈ દવે વિગેરેએ શાકાહાર જન જાગૃતિ અભિયાનમાં સેલ્ફી પડાવેલ હતી. આ આયોજન અંગે વિશ્વ હિન્દુ પરિષદના શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, એડવોકેટ નીતેશભાઈ કથીરિયા સહિતના અગ્રણીઓનો સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ છે.
સ્વસ્થ જીવનશૈલી અને શાકાહાર જનજાગૃતિ અભિયાનના વક્તવ્યમાં મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવો,લીલા શાકભાજી અને ફળો આહારમાં વધુ પ્રમાણમાં લેવા, ઉપવાસ કરવા, પાણી વધારે પીવું, કસરત કરવી, વાંચન વધારવું, બહારના જંક ફૂડ ન આરોગવા, મેંદાયુક્ત પદાર્થો ન આરોગવા તદઉપરાંત ખૂબ જ મહત્વની બાબતમાં કેવી રીતે લોકોને માંસાહાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને માંસાહાર શા માટે ન કરવો જોઈએ માંસાહારથી થતા ગેરફાયદા, અને માંસાહારથી જીવ હત્યા જેવા ખૂબ જ મહત્વના મુદ્દાઓ વક્તવ્યમા સમાવિષ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૫૦૦૦ જેટલા નાગરિકોની ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ માં સેલ્ફી લેવાઈ છે.
શાળા/કોલેજ/સંકુલ/સોસાયટી- ટાઉનશીપ, ધંધાકીય - સેવાકીય સંસ્થાઓમાં આ પ્રકારનાં નિ:શુલ્ક કાર્યક્રમનું આયોજન કરવા તેમજ આ અંગે વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (મો.98242 21999) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. આ અભિયાનનું સમગ્ર આયોજન, સંચાલન અને સંકલન ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ અને ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર તેમજ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈનનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.