સૌની યોજના થી ખેડૂતો ને પાણી બંધ કરાતા જીરું ના પાક ઉપર રોટોવેટર ફેરવ્યું
*અનેક રજુઆત કરવા છતાં તંત્ર ટસ નું મસ ન થતા ખેડૂતો ને મોટું નુકસાન*
સુરેન્દ્રનગર ના મુળી તાલુકાનાં ગામોમાં સૌની યોજના થકી નર્મદાના નીર થી તળાવ ચેકડેમ ભરવામાં આવેલ અને ખેડૂતો એ રવિપાક જીરું વરીયાળી નું મોટાપ્રમાણમા વાવેતર કરેલ ત્યારે સૌની યોજના ના અધિકારી શ્રી દ્વારા અચાનક પાણી બંધ કરી દીધું હોય માટે ખેડૂતો ફકત એક વખત જ પાણી આપવા માટે રજુઆત કરવા ૧૯ ડીસેમ્બર ના સુરેન્દ્રનગર જિલ્લા ઓફિસ ખાતે ઉમટી પડયા હતા અને અધિકારીઓ એ બાયંધરી આપેલ હતી અને વાલ્વ ખોલવામાં આવેલ ત્યારે ફકત બે કલાકમાં જ સ્થાનિક ભાજપ આગેવાનો દ્વારા આ વાલ્વ બંધ કરવામાં આવે તે રીતે અધિકારી ઉપર દબાણ લાવેલ હતા અને ગાંધીનગર થી વાલ્વ બંધ કરવા રીતસર દબાણ લાવી બંધ કરાવેલ ત્યારે ૨૪ ડીસેમ્બર ના મુળી ના વડધ્રા ગામે લડત રણનીતિ ઘડવા સંમેલન યોજાયુ હતું જેમાં વીસ ગામના ખેડૂતો હાજર રહેલા ત્યારે આજદિન સુધી પાણી ન આપવા થી જીરું નો પાક રીતસર સુકાઈ જતા જગતતાત ને આંખ માં આંસુ સાથે આજે પાક ઉપર ટ્રેકટર ફેરવવુ પડેલ ત્યારે દુધઈ ના ખેડૂત એવા ભુપતભાઈ કરપડા એ જણાવ્યું હતું કે મારે ૬૦ વિઘા જમીન માં સૌની યોજના થી તળાવ ભરેલા એટલે રવિપાક જીરું નું વાવેતર કરેલું હતું હવે ફકત એક પાણી પિયત માટે જરૂર હતું પરંતુ રાજકીય નેતાઓ અને અધિકારીઓ ની મનમાની હુસાતુસી ના કારણે વાલ્વ બંધ કરવા માં આવેલ અને પાણી ન હોવાના કારણે જીરું નો પાક સુકાઈ જવા પામેલ માટે આજે અમોએ જે બિયારણ ૧૮ હજાર ના ભાવે એકમણ ખરીદી કરેલી સાથે રાસાયણિક ખાતર મજુરી અને રાસાયણિક દવાઓ સાથે ટ્રેકટર ડીઝલ સહિત નો ખર્ચ અમારે શિરે આવેલ હોય અને વધુમાં દેવામાં ડુબવાનો સમય આવેલ છે સરકાર દ્વારા ખેડૂતોને ડબલ આવકની વાત થાય છે પરંતુ અહીંયા તો મોઢે આવેલ કોળીયા છીનવવા ની રીતસર રમત અધિકારી શ્રી દ્વારા થઈ રહી છે અમો એ આ બાબતે અનેક રજુઆત કરી કે ફકત એક વખત પાણી આપો પરંતુ જગતતાત ની કોઈ વાત અધિકારી ના બહેરા કાન સુધી ન પહોંચી તેનો અફસોસ છે
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.