નગરપાલિકા માં ભણતા ૧૭૦૦ જરૂરિયાતમંદ વિધ્યાર્થીઓને શિક્ષણકીટનું વિતરણ
નગરપાલિકા માં ભણતા ૧૭૦૦ જરૂરિયાતમંદ વિધ્યાર્થીઓને શિક્ષણકીટનું વિતરણ
ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુવિહારના ઉપક્રમે સતત ૧૪માં વરસે ૧૭૦૦ ગરીબ વિધ્યાર્થીઓને સ્કૂલબેગ, નોટબુક, કંપાસ સેટ તેમજ વોટરબોટલ વિતરણ કરાયું છે.
શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત દાતા શ્રી ઝંખનાબેન વોરા, શ્રી હીનાબેન ઓઝા તથા શ્રી ઝૉયાબેન ભારમલના આર્થિક સહયોગથી નગરપાલિકાના શાળા શિક્ષકો દ્વારા પસંદ કરેલ મા અથવા પિતાના સહકાર વિના શિક્ષણ લેતા બાળકોને પ્રાથમિક રીતે સાધન સહાય પહોંચાડવામાં આવી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વિભાગના સહકારથી પ્રતિ વર્ષ યોજતાં કાર્યક્રમના બીજા ચરણમાં શિક્ષકો સાથે તેમની સામાજિક જવાબદારી વિષયે વાર્તાલાપ યોજવામાં આવશે અને શ્રમિક બાળક શિક્ષણની મુખ્યધારામાથી બહાર ન આવે તે માટે શિક્ષકો પણ પ્રોત્સાહન આપનાર બનશે. નગર પાલિકાની શાળાનાં શિક્ષકો તથા શિશુવિહાર સંસ્થાના આ પ્રયત્નોની અસરકારક્તા ભુજ, સુરત, રાજકોટ, વડોદરા જીલ્લામાં વિસ્તરી છે જે નોંધનીય બને છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.