વિરપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળની બીન હરીફ ચુંટણી યોજાઈ…
પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી નિમણૂક કરવામાં આવી...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે. મંડળના પ્રમુખ તરીકે નરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે રજનીભાઈ પટેલ, અને મહામંત્રી તરીકે અનિલકુમાર પટેલની બીનહરીફ નિમણૂંક કરવામાં આવી છે. આ નવી ટીમ આગામી કાર્યકાળ દરમિયાન તલાટીઓના હિતોનું રક્ષણ, પ્રશાસન સાથે સંકલન, તેમજ વિવિધ વિકાસકામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મંડળના હોદ્દેદારો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાને સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા માટે પણ પ્રયત્નશીલ રહેશે.સદસ્યોના મત અનુસાર, નરેશભાઈ પટેલની સક્રિય ભૂમિકા અને તેમના નેતૃત્વ કૌશલ્યને ધ્યાનમાં રાખીને તેમને સતત ૨૦૧૫ થી પ્રમુખ પદેથી નિમવામાં આવ્યા છે ઉપપ્રમુખ તરીકે રજનીભાઈ પટેલના ચુસ્ત આયોજન અને કામગીરીની પ્રતિબદ્ધતાને કારણે તેમને આ જવાબદારી આપવામાં આવી છે. મહામંત્રી તરીકે અનિલકુમાર પટેલને તેમની સંચાલન ક્ષમતાના આધારે પસંદ કરવામાં આવ્યા છે.વિરપુર તાલુકાના તલાટી કમ મંત્રીઓ અને અન્ય સરકારી અધિકારીઓએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
