ધંધુકા સૂર્યલોક સોસાયટી ખાતે હોમાત્મક નવચંડી યજ્ઞ યોજાયો. - At This Time

ધંધુકા સૂર્યલોક સોસાયટી ખાતે હોમાત્મક નવચંડી યજ્ઞ યોજાયો.


ધંધુકા સૂર્યલોક સોસાયટી ખાતે હોમાત્મક નવચંડી યજ્ઞ યોજાયો.

ધંધુકા સૂર્યલોક સોસાયટી આયોજીત નવચંડી યજ્ઞ સમારોહ યોજાયો : સૂર્યલોક સોસાયટી ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા : યજ્ઞના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.

અનુષ્ઠાન, પૂજા, અર્ચના, હોમાત્મક યજ્ઞ, જપ-તપ યોજાયા

ધંધુકાના ૫૯ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભીએ સૂર્યનગર સોસાયટી યજ્ઞમાં હાજરી આપી અને યજમાનોને આશીર્વાદ આપ્યા હતા

અમદાવાદ જીલ્લા ના ધંધુકાના માર્કેટિંગ યાર્ડ સામે સૂર્યોલોક સોસાયટી ખાતે હોમાત્મક નવચંડી યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું

નવરાત્રિ પર્વ દરમિયાનમાં જગદંબાના સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય રીતે અનુષ્ઠાન, પૂજા, અર્ચના, જપતપ સહિત તેરસ પર્વ નિમિતે સૂર્યલોક સોસાયટી ખાતે
નવચંડી હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. આ તકે ભાવેશભાઈ શાસ્ત્રીએ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન કરાવેલ,

નવરાત્રિ દરમિયાન સમગ્ર ધાર્મિક આયોજનો સૂર્યલોક સોસાયટીના યુવાનો દ્વારા માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. આ તકે મોટી સંખ્યામાં સૂર્યલોક સોસાયટીના ભાઈઓ બહેનો અને વડીલો તથા નાના બાળકો ઉપસ્થિત રહયા હતા.

સૂર્ય લોક સોસાયટીના ના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખીને નવચંડી યજ્ઞ સમારોહ મા ઉપસ્થિત રહ્યા હતા તો મુખ્ય યજમાન તરીકે ભરતભાઈ ગમારા તેમજ ભાવેશભાઈ પ્રજાપતિ, અર્પિતભાઈ મિસ્ત્રી ,ધવલભાઈ સંચલીયા સૂર્યલોક સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો સોસાયટીના લોકો પણ ઉપસ્થિત રહી યજ્ઞના દર્શન કરી પ્રસાદ લઈ ને ધન્યતા અનુભવી હતી તો વ્યવસ્થા યુવાનો દ્વારા આયોજન કરવામા આવ્યુ હતુ.

રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.