રાંદલ માતાજી ધામ દડવા મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા - At This Time

રાંદલ માતાજી ધામ દડવા મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા


રાંદલ માતાજી મંદિર દડવા મુકામે રાંદલમાંના 150 લોટા સમુહ ભોજન પ્રસાદી સહીતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો માણાવદર તાલુકાના દડવા ગામે રાંદલમાંનું ભવ્ય મંદિર આવેલછે જ્યાં રવિવાર અને મંગળવારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ દર્શને આવેછે જે મંદિરે દર વર્ષે નવરાત્રી બાદ હવનયજ્ઞનું આયોજન થાયછે આ મંદિર વિશે એવું કહેવાય છે કે વર્ષો પૂર્વે દડવાની પવિત્ર ભુમિકા લોક વાયકા મુજબ એક જાન નીકળેલ અને જુના મારગના રસ્તામાં ગાડાના પૈડા નીચેમાં રાંદલ પ્રગટ થયેલ અને જાન પૈકી વરઘોડીયામાંથી બાઇના શરીરમાં માતાજી પ્રગટ થઇ અને કહેલ કે હું માં રાંદલ છું તો આ ગામે મારી સ્થાપના કરો અને મંદિર બંધાવો અને કહેલ કે, જે લોકો મારી ખરા દિલથી શ્રધ્ધાપૂર્વક ભકિત કરશે તેના સંકટો દુર કરી મનોકામના પુર્ણ કરીશ ત્યારથી આ મંદિરની સ્થાપના થયેલછે 

રવિવાર તથા મંગળવારના દિવસે કાયમી હજારો ભાવિકો દર્શનાર્થે તેમજ માતાજીની માનતા નીમીતે અને રક્ષા બાંધવામાં આવેછે. હાલ કોઇ વ્યકિતમાં રાંદલનાં દરબારમાં આવી સાચી ભાવનાથી આરાધે છે તેવા દુઃખીયા માનવીઓની દરેક મનોકામના માતાજી પુર્ણ કરે છે અને સંકટો દુર કરે છે

આ એજ માં રાંદલની પવિત્ર ભૂમી છે. જયાં ઘણા વર્ષોથી આસો માસના નોરતા પછી દર વર્ષે ભવ્ય હવન યજ્ઞ થાયછે અને હવન યજ્ઞમાં હજારો ધર્મપ્રેમી ભાઈ-બહેનો પધારી દર્શનનો લાભ લેશે આવા પવિત્ર સ્થળમાં 

આગામી ૯ -૧૦-૨૦૨૨ રવિવારના રોજ હવનયજ્ઞ રાખવામાં આવેલ છે. યજ્ઞની પુર્ણાહુતી બીડું હોમવાનો સમય બપોરે ૧-૩૦ થી ૩-૦૦ કલાકે રાખેલછે તો દરેક ધર્મપ્રેમી જનતાને સહ કુટુંબ પરિવાર સાથે 

 દર્શનનો લાભ લેવા પધારવા મંદિરના પુજારી જિજ્ઞાસાબેન એચ ગોસાઈ દ્વારા ભાવભર્યુ આમંત્રણછે 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.