સોજા હાઈસ્કૂલમાં 21મી જૂન ઉપક્રમે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

સોજા હાઈસ્કૂલમાં 21મી જૂન ઉપક્રમે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.


ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધપ્રતિષ્ઠ શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ના ઉપક્રમે આજ રોજ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના અધ્યેતા ભાઈ-બહેનોને યોગ તથા તેના વિવિધ આસનો અંગેની માહિતી પૂરી પાડવાના અને યોગ પરત્વે સભાનતા કેળવવાના શુભાશયથી સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય આમંત્રિત મહેમાનશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, સોજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી મિત્રો અને કેળવણી મંડળના સદસ્યશ્રીઓએ સાથ-સહકાર આપ્યો હતો.

ધ્યાનમંત્રથી યોગની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના ઉત્સાહી વ્યાયામ શિક્ષકશ્રી સંજયભાઈ નાયક દ્વારા યોગનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું.

બાળકોએ આ પ્રસંગે જાહેરમાં એક સંકલ્પ લીધો હતો. શાંતિપાઠ દ્વારા યોગ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આચાર્યશ્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના સમયમાં ગ્રામજનો અને યુવાનોમાં યોગ પ્રત્યે જનજાગૃત્તિ ફેલાય તે આવશ્યક છે.
શાળાના વિજ્ઞાન-તકનિકી શિક્ષકશ્રી રાકેશ પ્રજાપતિએ *‘યોગનું જીવનમાં મહત્વ’* વિશે સુંદર, અભૂતપૂર્વ, અવિસ્મરણીય અને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. શાળાના વિશાળ પટાંગણમાં યોજાયેલ યોગ કાર્યક્રમમાં પૂર્વ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક એમ તમામ શાળાના બાળકો ઉપરાંત ગામના થનગનતા યુવાનો અને વડીલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
અને યોગના વિવિધ આસનો-આયામો સંપન્ન કર્યા હતા; જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું એમ એક અખબારી યાદીમાં સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image