મદદ માટે અપીલ, દૈવિકના ઇલાજ માટે 16 કરોડના ઈન્જેક્શનની જરૂરી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના રહેવાસી દેવાંગભાઇ બિપીનભાઈ સોનીના પુત્ર દૈવિક ને મદદ કરવાની અપીલ છે . 5 મહિનાના દૈવિક બાળકને ડ.M.A._1 નામની ગંભીર બીમારીથી પીડિત છે . બાળક આવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યું છે ત્યારે તેના ઇલાજ માટે ડોકટરોના કહેવા મુજબ 16 કરોડના ઇન્જેક્શન ની સખ્ત જરૂર છે. આ રકમ ખૂબ મોટી છે પણ બાળક ને બચાવવાના પ્રયત્ન કરતા સફળ થઈ શકાય તેમ છે. જો આપ સર્વે નો સાથ અને સહકાર મળે તો બાળકનો જીવ બચી શકે એમ છે. દરેક વ્યક્તિ આર્થિક દાન કરે તો ચોક્કસ આ બાળક બચી શકે એમ છે. એક પ્રયત્ન ના ભાગ રૂપે દૈવિકના નામનું NGO દ્વારા એકાઉન્ટ બનાવી એના ખાતામાં ડોનેશન ભેગું કરવાનું કામ ચાલુ કરેલ છે . આપનું નાનુ એવુ ડોનેશન એક બાળકનો જીવ બચાવવા માટે મદદરૂપ થઈ શકે છે .જો આપને વધારે માહિતીની જરૂર હોય તો નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી.નામ : દેવાંગભાઈ સોની , ગામ : ટીંટોઇ , તાલુકો : મોડાસા , જિલ્લો : અરવલ્લી . મોબાઇલ નંબર : 9408011502, 7016660611.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.