બાલાસિનોરથી અંબાજી પગપાળા સંઘ ની સેવા માટે પ્રસ્થાન. - At This Time

બાલાસિનોરથી અંબાજી પગપાળા સંઘ ની સેવા માટે પ્રસ્થાન.


બોલ માડી અંબે.. જય જય અંબેનો નાદ ગુંજ્યો બાલાસિનોરના ભોઈવાડાના સ્વ ડાહ્યાભાઈ મોતીભાઈ ભોઈ (એસ ટી ડ્રાઈવર, બાલાસિનોર થી અંબાજી )ના સૌજન્યથી છેલ્લા ઘણાં વર્ષોથી પગપાળા અંબાજી જતાં પદયાત્રીઓ માટે સેવા અર્થે જતાં હોય છે.

શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમે મોટો મેળો ભરાય છે. જેમાં આખા રાજ્યમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓમાં આદ્યશક્તિ અંબાના દર્શનાર્થે પગપાળા રથ અને ધજાઓ લઈને જાય છે. ત્યારે મહિસાગર જીલ્લાના બાલાસિનોર શહેર નાં એક પરીવાર દ્વારા પગપાળા જતા માઈભક્તો માટે ફ્રુટ ,પાણી,છાસ, સોડા , સાથે રવાના થયા છે. સ્વ ડાહ્યાભાઈ મોતીભાઈ ભોઈ ના પરીવાર દ્વારા દ્વારા દર વર્ષે ભાદરવી
પૂનમના દર્શનાર્થે જતાં પદયાત્રીઓ પગપાળા રથ અને ધજાઓ લઈને માં અંબેના આશીર્વાદ મેળવવા માઁ અંબા ના ચરણોમાં શિશ નમાવવાની તમન્ના સાથે આંનદ ઉલ્લાસથી માઁ ના સાનિધ્યમાં માં ના દર્શન કરી ધન્યતા અનુભવવા માં અંબાનો રથ લઈને પગપાળા જતાં હોય છે તેવાં માં આ પરિવાર દ્વારા આજ રોજ કેળા ,સફરજન, બિસ્કીટ,સોડા,છાસ, પાણી ની બોટલ સહિત ની ચાર પીકપ સાથે સેવા માટે પ્રસ્થાન કર્યું હતું આ તમામ ગાડીઓ ખેડબ્રહ્મા અને અંબાજી વચ્ચે આવતી ઘાટીઓમાં સેવા માટે ઉભા રહીને સેવા કરવામાં આવે છે જેમાં ડાહ્યાભાઈ ના પુત્ર સુનિલભાઈ , હરેશભાઈ ભોઈ , હાર્દિકસિંહ વિરપુરા, રીતેશભાઇૅ સહિત બાલાસિનોર પોલીસ મિત્રો આ સેવામાં જોડાયા હતા...


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.