લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર અને રાજપાલસિંહ જાદવની પ્રેરક ઉપસ્થિતિમાં ૭ મો જનઔષધિ દિવસની ઉજવણી કરાઇ - At This Time

લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર અને રાજપાલસિંહ જાદવની પ્રેરક ઉપસ્થિતિમાં ૭ મો જનઔષધિ દિવસની ઉજવણી કરાઇ


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જન ઔષધિ કેન્દ્ર થકી સામાન્ય વ્યક્તિઓને ઓછી કિમતે શ્રેષ્ઠ દવા ઉપલબ્ધ કરાવી અને આ યોજનાને વધુ વેગ આપવા માટે વર્ષ ૨૦૧૯ થી દર વર્ષે ૭ માર્ચને સમગ્ર ભારતમાં જન ઔષધિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી જે અંતર્ગત આજ રોજ લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ અને દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં ૭ મો જનઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ગરીબો માટે અને ગરીબોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ લોકકલ્યાણકારી યોજના થકી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે. વડાપ્રધાનશ્રી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ માટે આયુષ્યમાન કાર્ડ થકી ૧૦ લાખ સુધીની વિનામુલ્યે સહાય આપવામાં આવે છે. મહીસાગર જીલ્લામાં અત્યાર સુધીમાં ૭૦% લોકોના આયુષ્યમાન કાર્ડ નીકળી ચૂક્યા છે અને આવનારા સમયમાં બાકી ૩૦% લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવી ગંભીર બીમારીની વિનામુલ્યે સારવાર આપવામાં આવશે.

પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવે જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર્ભઇ મોદીએ છેવાડાના દરેક વ્યક્તિની આરોગ્યની ચિંતા કરી જનઔષધિ કેન્દ્ર થકી સામાન્ય વ્યક્તિઓને ૫૦% થી ૮૦% સસ્તી દવા ઉપલબ્ધ કરાવી છે. દેશના તમામ જિલ્લાઓને આવરી લેતા ૩૬ રાજ્યો/કેન્દ્ર્શાસિત પ્રદેશોમાં ૧૫,૦૦૦ જન ઔષધિ કેન્દ્રો દેશભરમાં કાર્યરત છે.

આ પ્રસંગે જન ઔષધિ કેન્દ્ર ખાતે નિયમિત દવાનો ઉપયોગ કરતાં લાભાર્થીઓએ પોતાનો સ્વ અનુભવ જણાવ્યુ હતો અને સાંસદશ્રીઓ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લીધી હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image