અરવલ્લી જિલ્લા ખાતે વેરહાઉસમાં ઈવીએમ -વીવીપેટના સલામત સંગ્રહ અને સુરક્ષાની આંતરીક તપાસ કરવામાં આવી
અરવલ્લી જિલ્લા ખાતે,સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગાંધીનગરથી આપેલ સુચના મુજબ અરવલ્લી જિલ્લામાં આજે કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે. એસ. નિનામા દ્વારા વેરહાઉસમાં ઈવીએમ -વીવીપેટની સુરક્ષાની આંતરિક તપાસણી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું.2022માં આવનાર વિધાનસભા ચૂંટણીને લઈને જિલ્લા તંત્ર દ્વારા ત્રિમાસિક તપાસ કરવામાં આવી.તમામ ઈવીએમ -વીવીપેટ રૂમની તપાસ કરવામાં આવી અને સુરક્ષાની ખાતરી કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.