આયુષ્માન ખુરાનાએ સની દેઓલની 'બોર્ડર 2'ને અલવિદા કહ્યું:રોલથી સહેજ પણ ખુશ નહતો, હવે દિલજીત દોસાંજને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી શકે છે - At This Time

આયુષ્માન ખુરાનાએ સની દેઓલની ‘બોર્ડર 2’ને અલવિદા કહ્યું:રોલથી સહેજ પણ ખુશ નહતો, હવે દિલજીત દોસાંજને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી શકે છે


1997માં રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ફિલ્મ 'બોર્ડર' જબરદસ્ત હિટ રહી હતી, તેની સિક્વલ ફિલ્મ 'બોર્ડર 2'ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ સાથે આયુષ્માન ખુરાના હોવાના રિપોર્ટ હતા, જો કે તાજેતરના અહેવાલો અનુસાર, આયુષ્માન ખુરાનાએ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. મિડ-ડેના હાલના રિપોર્ટ અનુસાર, આયુષ્માન ખુરાના હવે સની દેઓલ સાથે 'બોર્ડર 2' માં કામ કરવા નથી માગતો. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાને આર્મી સૈનિકનો રોલ આપવામાં આવ્યો હતો. આયુષ્માન ખુરાના અને 'બોર્ડર 2'ના નિર્માતા આ સહયોગથી ખૂબ જ ખુશ હતા. જો કે, સમય જતાં આયુષ્માન ખુરાનાને સની દેઓલ સાથે સહાયક ભૂમિકા ભજવવા અંગે શંકા થવા લાગી. આ જ કારણ છે કે તેમણે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. દિલજીત દોસાંજ ફિલ્મમાં એન્ટ્રી કરી શકે છે
એવા પણ અહેવાલો છે કે આયુષ્માન ખુરાનાની ફિલ્મમાંથી નીકળી ગયા બાદ હવે તેનું સ્થાન દિલજીત દોસાંજને આપવામાં આવી શકે છે. દિલજીત દોસાંજને ફિલ્મના મેકર્સ તરફથી ઓફર મળી છે. એક્ટર સની દેઓલે જૂન 2024માં 'બોર્ડર' ફિલ્મની 27મી વર્ષગાંઠ પર 'બોર્ડર 2' ની જાહેરાત કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, એક સૈનિક પોતાનું 27 વર્ષ જૂનું વચન પૂરું કરવા ફરી આવી રહ્યો છે. ભારતની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ 'બોર્ડર 2'. સની દેઓલે જણાવ્યું કે ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા સંયુક્ત રીતે ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે, જ્યારે અનુરાગ સિંહ તેનું નિર્દેશન કરશે. વર્ષ 1997માં રિલીઝ થયેલી 'બોર્ડર' બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. જેપી દત્તાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ભારત-પાક યુદ્ધ પર આધારિત હતી. આ ફિલ્મમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, અક્ષય ખન્ના, પુનીત ઈસાર જેવા ઘણા મોટા કલાકારો હતા. 10 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 1997માં 65 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.