આયુષ્માનને તેની પત્નીએ લખેલું પુસ્તક પસંદ નથી:તાહિરાએ કહ્યું, 'તે મારા દ્વારા લખાયેલાં પુસ્તકોથી ખુશ નહોતો, તે તેને ભગવાનની નિંદા માને છે' - At This Time

આયુષ્માનને તેની પત્નીએ લખેલું પુસ્તક પસંદ નથી:તાહિરાએ કહ્યું, ‘તે મારા દ્વારા લખાયેલાં પુસ્તકોથી ખુશ નહોતો, તે તેને ભગવાનની નિંદા માને છે’


અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે ફિલ્મ 'શર્માજી કી બેટી'થી ડિરેક્ટર તરીકેની શરૂઆત કરી છે. આ ફિલ્મની વાર્તા તાહિરાએ પોતે લખી છે. આ સિવાય તાહિરાએ ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તાહિરાએ કહ્યું હતું કે, 'તેના દ્વારા લખાયેલા પુસ્તકો આયુષ્માનને પસંદ નથી.પરંતુ તેને તેની સ્ક્રિપ્ટ વાંચવી ગમે છે' તાહિરા કશ્યપે 'ધ સિન્સ ઑફ બીઇંગ એ મધર' અને 'ધ 12 કમાન્ડમેન્ટ્સ ઑફ બીઇંગ અ વુમન' પુસ્તકો લખ્યાં છે. તાહિરાએ કહ્યું, 'તે મારા દ્વારાં લખાયેલાં પુસ્તકોથી બહુ ખુશ ન હતા, પરંતુ તે પુસ્તકો શ્રેષ્ઠ હતા અને તે ઘણાં વંચાયા પણ હતાં.પરંતુ તેઓ તે પુસ્તકોને ભગવાનની નિંદા માને છે.' તાહિરાનું પુસ્તક 'ધ સિન્સ ઑફ બીઇંગ અ મધર' બાળકોના ઉછેરમાં મળતાં આનંદ તેમજ પડકારો અને નિરાશાઓ વિશે છે. તે અપરાધભાવ વિશે પણ વાત કરે છે જે ઘણી માતાઓ અનુભવે છે અને તે કેવી રીતે તેને દૂર કરવું તે શીખી છે. 'ધ 12 કમાન્ડમેન્ટ્સ ઑફ બીઇંગ અ વુમન'માં, તાહિરાએ સ્કૂલમાં તેના પીરિયડ્સ વિશે જૂઠું બોલવું, અઢાર વર્ષની ઉંમરે તેના ભાવિ પતિ સાથે પ્રેમમાં પડવું, ટ્રિપલ ડી બ્રા કપ લેવાનું તેનું વળગણ, વિશ્વના સૌથી વિચિત્ર આહાર પર જવાનું અને ચાઈનીઝ ફૂડ ખાવાના કારણે અકસ્માતે પ્રેગ્નન્ટ થવા વિશે વાત કરી છે. તાહિરાએ કહ્યું, ' ભલે આયુષ્માનને મારા દ્વારા લખાયેલાં પુસ્તકો કદાચ પસંદ ન હોય. તે ભલે તેને ઈશ્વરની નિંદા કહેતા હોય, મને પણ ભલે તે ખરાબ લાગતું હોય. પરંતુ અમે બંને એકબીજાને ખૂબ માન આપીએ છીએ. મેં તેમની તમામ ફિલ્મોની સ્ક્રિપ્ટો વાંચી છે, મને વાંચન ખૂબ ગમે છે.' તાહિરા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'શર્માજી કી બેટી' તાજેતરમાં પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં પણ તેણે મહિલા સશક્તિકરણની વાત કરી છે. આ ફિલ્મ જોયા બાદ આયુષ્માને તેની પત્ની તાહિરાની મહેનત અને સંકલ્પના વખાણ કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.