આયુર્વેદથી બધી બિમારીઓ ઠીક થઇ શકે? : સુપ્રીમનો રામદેવને સવાલ - At This Time

આયુર્વેદથી બધી બિમારીઓ ઠીક થઇ શકે? : સુપ્રીમનો રામદેવને સવાલ


- એલોપેથિક ડોક્ટરો અંગે રામદેવના વિવાદિત નિવેદનનો મામલો સુપ્રીમ પહોંચ્યો- ખોટી જાહેરાતોથી એલોપેથિક ડોક્ટરોને હત્યારા કહેવા તે યોગ્ય નથી, કેન્દ્ર સરકાર આવા પ્રચારને રોકે : સુપ્રીમનવી દિલ્હી : બાબા રામદેવ અવાર નવાર પોતાની યોગ શિબિરમાં દાવા કરતા રહ્યા છે કે આયુર્વેદથી કેંસર સહિતની અનેક બિમારીઓને ઠીક કરી શકાય છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને સવાલ કર્યો છે કે આયુર્વેદ બધી જ બિમારીઓને ઠીક કરી દેશે તેની શંુ ખાતરી છે? બાબા રામદેવે અલેપોથીના ડોક્ટરો મુદ્દે કોરોના મહામારી સમયે જે વિવાદિત નિવેદન આપ્યું હતું તેનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ બાબા રામદેવને આ પ્રકારના નિવેદનો અટકાવવા માટે કેન્દ્ર સરકારને પણ કહ્યું છે. ઇન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમા ંબાબા રામદેવની સામે અરજી થઇ હતી. જેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એનવી રમણની અધ્યક્ષતામાં ગઠીત બેંચ કરી રહી છે. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે બાબા રામદેવ એલોપેથિના ડોક્ટરો પર ગંભીર આરોપો કેમ લગાવી રહ્યા છે? રામદેવે યોગને પ્રોત્સાહન આપ્યું તે સારી બાબત છે પણ તેઓએ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અન્ય પદ્ધતિઓની ટિકા ન કરવી જોઇએ. અલોપેથી સામે મીડિયામાં બાબા રામદેવે આપેલી જાહેરાતની નોંધ લઇને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સવાલ કર્યો હતો કે આયુર્વેદથી બધી જ બિમારીઓ ઠીક કરી શકાય તેની શું ખાતરી છે? રામદેવ એવા આરોપો લગાવી રહ્યા છે કે ડોક્ટરો હત્યારા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારની પાસેથી પણ જવાબ માગ્યો છે. અને પતંજલિ દ્વારા જે ભ્રામક જાહેરાતો આપવામાં આવે છે તેને લઇને પગલા લેવા પણ કહ્યંુ છે. સુપ્રીમે સવાલ પૂછ્યો હતો કે પતંજલિ અને રામદેવ મીડિયાના માધ્યમથી જાહેરાતો આપીને એવા આરોપો કેવી રીતે લગાવી શકે કે એલોપેથિક ડોક્ટરો હત્યારા છે? કેન્દ્ર સરકાર આ પ્રકારના પ્રચારને અટકાવે તેવા આદેશ પણ આપ્યા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.