અયોધ્યા: ગર્ભગૃહથી લઈને પરિસર સુધી, રામ મંદિર નિર્માણની આહ્લાદક તસવીર નિહાળો - At This Time

અયોધ્યા: ગર્ભગૃહથી લઈને પરિસર સુધી, રામ મંદિર નિર્માણની આહ્લાદક તસવીર નિહાળો


- શ્રી રામ જન્મભૂમિ પરિસરની 70 એકર ભૂમિમાં 20 એકર પર નિર્માણ કાર્ય થશેઅયોધ્યા, તા. 27 ઓગષ્ટ 2022, શનિવારઉત્તર પ્રદેશના અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણ કાર્યની એક્સક્લુઝિવ તસ્વીરો સામે આવી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર કેવી રીતે બની રહ્યું છે તેની તાજેતરની તસવીરો ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ જાહેર કરી છે. આ તસવીરોમાં મંદિરનું નિર્માણ કાર્ય કેવી રીતે ચાલી રહ્યું છે અને ગર્ભગૃહનું નિર્માણ કેવી રીતે થઈ રહ્યું છે તે દર્શાવવામાં આવ્યું છે.અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર આર્કિટેક્ટ અને નિર્માણ શૈલીનો અદ્ભૂત સંગમ થશે જેમાં એક મોટી ભૂમિકા અંતરિક્ષ વૈજ્ઞાનિકોની પણ હશે. આ સમન્વય સાથે એવું અદ્ભૂત દ્રૃશ્ય નજર આવશે જેમાં સૂર્યદેવતા પોતે રામલલ્લાના અભિષેક કરતા નજર આવશે. આ સાથે જ શ્રી રામ જન્મભૂમિ પરિસરની 70 એકર ભૂમિમાં 20 એકર પર નિર્માણ કાર્ય થશે. મંદિર પરિસરની 50 એકર જમીનમાં ફેલાયેલી હરિયાળીમાં રામાયણકાલીન  એવા વૃક્ષો જોવા મળશે જેનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં પણ મળે છે. આ માટે શ્રી રામજન્મભૂમિ સંકુલમાં તે સમયના કેટલા વૃક્ષો અને છોડ ઉગાડી શકાય તે અંગે સંશોધન કાર્ય પણ ચાલી રહ્યું છે. જ્યારે શ્રી રામ જન્મભૂમિ મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે ત્યારે તેની આસપાસનો નજારો સંપૂર્ણપણે અદ્ભુત અને રામમય બની જશે.અયોધ્યામાં રામનવમીમના રોજ જે સમયે ભગવાન શ્રીરીમનો જન્મ થયો તે સમયે ખુદ ભગવાન સૂર્ય રામલલ્લાનો અભિષેક કરશે. તેના માટે આર્કિટેક્ટ એ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે જેનાથી તે સમયે સૂર્યની કિરણ સીધી ભગવાન રામલલ્લાના મુખારબિંદુ એટલે કે, મસ્તકને પ્રકાશિત કરે. એટલા માટે આ કામમાં આર્કિટેક્ટની સાથે-સાથે અંતરિક્ષ વૈજ્ઞાનિક પણ સહયોગ કરી રહ્યા છે.ગર્ભગૃહ સુધી પહોંચશે સૂર્યની રોશનીશ્રી રામ જન્મભૂમિ પરિસરમાં બપોરે સૂર્ય એકદમ ઉપર રહેશે તે પણ થોડું દક્ષિણમાં હશે. તેના કારણે જે કિરણો આવશે તે થોડા દક્ષિણમાં આવશે. ત્યાંથી એ રીતે મિરર દ્વારા તેને ડાયવર્ટ કરીને મંદિરમાં સીધા અંદર લઈ જવામાં આવશે. તેમાં યંત્રોનો પણ ઉપયોગ થશે. તેને સીધો લેન્સ દ્વારા ગર્ભગૃહમાં વિરાજમાન રામલલ્લાના મસ્તિષ્ક પર પાડવામાં આવશે. તેને સૂર્ય તિલક કહેવામાં આવશે.રિસર્ચ દરમિયાન અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ એ પણ જણાવ્યું કે, 19 વર્ષ સુધી આ સૂર્યનો પથ બદલાશે નહીં એટલે કે, સૂર્યની કિરણોને ડાયવર્ટ કરવાની જે વિધિ ઉપયોગ કરવામાં આવશે તેમાં બદલાવની જરૂર 19 વર્ષ બાદ જ પડશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ જણાવ્યું કે, 70 એકર ભૂમિ અંદર લગભગ 70% હિસ્સો અર્થાત 50 એકર હિસ્સામાં હરિયાળી હશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.