ભેસાણ ના ચુડાગામના 72વર્ષના વૃદ્ધપુરમાં તણાતા બે દિવની શોધખોળ બાદ અંતે ડેડબોડી મળી - At This Time

ભેસાણ ના ચુડાગામના 72વર્ષના વૃદ્ધપુરમાં તણાતા બે દિવની શોધખોળ બાદ અંતે ડેડબોડી મળી


ભેસાણ તાલુકાના ચુડા ગામે કડવાભાઈ રણછોડભાઈ ડોબરીયા નામના 72 વર્ષના વૃદ્ધ ખેડૂત પાણી ના વહેંન માં તણાયા હતા.ભેસાણ તાલુકાના ચુડા ગામે બે દિવસ પૂર્વે ખૂબ વરસાદ પડવાથી નદી નાળાઓ છલકાયા હતા આશરે સાંજના 6:30 કલાકે ચુડા ગામના ખેડૂત કડવાભાઈ રણછોડભાઈ ડોબરીયા નામના 72 વર્ષના ખેડૂત ખૂબ વરસાદ હોવાથી ચુડા થી વડીયા રોડ ઉપર આવેલી પોતાની વાડીએથી ઘર તરફ આવતા હતા ત્યારે મોસીવા નામના ખેતરાઉ પાણીના વહેણમાં અચાનક પાણીનો પ્રવાહ આવવાથી વાડીએ થી પોતાના ઘરે પરત ફરી રહેલા ખેડુત કડવા ભાઈ પાણી ના વહેણમાં તણાયા હતા , કાલ રાત્રી થી જ ભેસાણ પોલીસ, મામલતદાર સાહેબ સહિત ના અધિકારી ઓ અને ગામના આગેવાનો દ્વારા શોધ ખોળ ચાલુ કરાવી દેવામાં આવી હતી પણ સફળતા ન મળી હોવાથી આજે સવારે 9:00 કલાકે એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની ટીમને પણ બોલાવવામાં આવી હતી સુચના મળતા જ બંને ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મોસીવા થી લઈને સાકરોડા ડેમ સુધી બંને ટીમો એ આખો દિવસ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું પણ સફળતા ન મળી હતી અને બંને ટીમોના વડાઓ એ આશ્વાસન આપ્યું હતું કે આવતીકાલ સુધીમાં વ્યક્તિ નો ચોક્કસ પત્તો લાગી જશે તા 28.7 .2023 ના સવારે 9:00 કલાકે આ બંને ટીમો દ્વારા ફરી સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતુ અને 9:30 કલાકે ઢોળવા નજીક ચેક ડેમમાથી વૃદ્ધ ખેડૂતની ડેડબોડી મળી આવી હતી આ સર્ચ ઓપરેશન 40 કલાક ચાલ્યું હતું અને તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બાદ મા ડેથ બોડી ને પરિવાર અને અધિકારી ઓ અને પોલીસ દ્વારા ભેસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.માટે લાવ્યા હતા અને પી.એમ.કરવા માં આવ્યું હતું ઘટના સ્થળે ભેસાણ /વિસાવદર ના ધારાસભ્ય ભૂપત ભાયાણી બે દિવસ સુધી લોકો સાથે ધટના સ્થળે હાજર રહ્યા અને હોસ્પિટલ ખાતે પણ હાજર રહ્યા હતા અને ગામના આગેવાનો ધનસીયામ ભાઈ સહિત ના ચુડા. ગામ ના અને આજુ બાજુ ના ગામ ના ઢોળવા. અને સાકરોળા ગામના આગેવાનો અને યુવાનો ચુડા ના સરપંચ ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો અને આગેવાનો અને તલાટી મંત્રીશ્રી સિરાજ નારેજા સાહેબ અને ભેસાણ પોલીસ ની ટીમ અને મામલતદાર શ્રી જે .કે . ધાનૈયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એન .ડી.આર એફ. ના જવાનો અને એસ.ડી.આર.એફના જવાનોને મદદ પૂરી પાડી હતી અને આ તમામ લોકોએ ખૂબ જહમત ઉઠાવી અંતે સફળતા મેળવવી હતી. રિપોર્ટ બાય.. કાસમ. હોથી.. ભેસાણ
મો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.