બાલાસિનોર પોલીસે રાજપુરની પરિણીતાને ભગાડી જનારમુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીને ઝડપી પાડયા
રાજપુર ગામની હિન્દુ યુવતીના લગ્ન એપ્રિલ મહિનામાં ઠાસરા તાલુકાના કાલસર ગામે કરેલા હતા. ત્યારે થોડાક દિવસો પહેલા રાજપુર ગામનો લઘુમતિ કોમનો યુવક પરિણીત હિન્દુ યુવતીને ભગાડી ગયો હોવા બાબતે યુવતીના પરિવારે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ બાલાસિનોર ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાબતે યુવતીના પરિવારજનો તથા રાજપુર : ગ્રામજનોમાં તંગદિલીના કારણે રાજપુર : ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીવાયએસપી ટી.વી.ડોડીયા સૂચનાથી તથા બાલાસિનોર ટાઉન ઇન્ચાર્જ પીઆઇ વિમલ ઘોરડાના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના કર્મીઓની અલગ અલગ ટીમની રચના કરી શોધખોળ કરી હતી. તે દરમિયાન રાજપુરનો લધુમતિ કોમનો યુવક ઇમરાન અને હિન્દુ યુવતી સાથે મળી આવ્યા હતા. ઝડપાયેલ યુવક તેમજ યુવતીને ડાકોર પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યા હતાં.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.