સસરાના ઘરે આવેલા જમાઈને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા - At This Time

સસરાના ઘરે આવેલા જમાઈને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા


ક્રાઇમ બ્રાન્ચે મુંબઇથી રણછોડનગરમાં રહેતાં સસરાના ઘરે આંટો મારવા આવેલો જમાઈ નજીકમાં આવેલ દુકાન પાસે ઓનલાઈન બેટિંગ કરતો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાય.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે.હુણ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર, કુલદિપસિંહ રાણા, પ્રદિપસિંહ જાડેજાને રણછોડનગર શેરી નં. 4 બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટની સામે આવેલ માઇકલ પાન પાસે જાહેરમાં મોબાઇલ ફોનમાં રહેલ આઈ.ડી. મારફતે ક્રિકેટ મેચ તથા અન્ય ગેઈમ ઉપર એક શખ્સ સોદા નાખી ક્રીકેટ મેચનો સટ્ટો રમે છે તેવી ચોક્કસ બાતમીના આધારે શખ્સને પકડી તેનું નામ પૂછતાં વિશાલ રમેશ કાટ (ઉ.વ.36), (રહે. બી/15 વિપુલ એપાર્ટમેન્ટ એલ.બી.એસ.રોડ, મુલુંદ મુંબઇ) હોવાનુ જણાવેલ અને તેની પાસે રહેલ મોબાઇલ ફોનમાં તપાસ કરતાં તેમાં ગુગલ ક્રોમ એપ્લીકેશનમાં lotusbooL$247.cricket નામની આઈ.ડી. vil599 યુઝર આઇડીથી ઓપન થયેલ હોય તેમાં સાઉથ આફ્રીકા-20 લીગ જેમાં ડરબન સુપર જાયન્ટ- કેપીટલ્સ વચ્ચે રમાતી લાઈવ ચાલી રહેલ 20-20 મેચ ઉપર રનફેર અને ઓવર ઉપર હારજીતનો જુગાર રમી અલગ-અલગ સોદાઓ પાડેલ હતાં.
તેમજ અન્ય એક www.allpaanel.com નામની આઈ.ડી. vm030 યુઝર આડી.થી ઓપન થયેલ તેમાં પણ લાઇવ 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેર અને ઓવર પર હારજીતના અલગ-અલગ સોદાઓ કરી જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું. આરોપીને પકડી રૂ.10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પૂછતાછમાં આરોપી રણછોડનગરમાં રહેતાં તેના સસરાના ઘરે આંટો મારવા મુંબઈથી આવ્યો હતો. તેના મોબાઇલમાં રહેલ ક્રિકેટ સટ્ટો રમવાની આઇ.ડી. લોટસબુક247.ક્રિકેટ નામની આઈડી મુંબઈના રાજેશ સંગોઈ અને ઓલપાનેલ.કોમ નામની આઈડી ચીંતન ભુજ નામના બુકી પાસેથી મેળવ્યાની કબુલાત આપતાં ક્રાઇમ બ્રાન્ચે બંને બુકીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.