ખાટડી થી દુધ‌ઈ ના નવા રસ્તા ની સાઈડ પુરાણ કર્યા વગર કોન્ટ્રાક્ટર પલાયન - At This Time

ખાટડી થી દુધ‌ઈ ના નવા રસ્તા ની સાઈડ પુરાણ કર્યા વગર કોન્ટ્રાક્ટર પલાયન


*ખાટડી દૂધ‌ઈ રસ્તો બની ગયો પરંતુ સાઈડ પુરાણ કર્યા વગર કોન્ટ્રાક્ટર પલાયન*

*બંને સાઈડ પુરાણ કરેલ ન હોય તેમ છતાં પેમેન્ટ ચુકવણી કરી આપવામાં આવી*

મુળી ના ખાટડી થી દુધ‌ઈ નો પેવર રસ્તો છેલ્લા ચાર વર્ષ થી મંજુર થયેલ પરંતુ કામ ૨૦૨૪ માં શરૂ કરવામાં આવેલ જે કામ સાયલા ના કોન્ટ્રાક્ટર ને મળેલ હોય ત્યારે આ રસ્તો બની ગયાને આજે ત્રણ મહિના જેવો સમય થ‌ઈ ગયેલ પરંતુ રોડ સાઈડ માં માટી પુરાણ કરવામાં આવેલ ન હોય માટે પહેલા જ વરસાદ માં આ વીસ વર્ષે બનેલ ડામર રોડ તુટી જશે ની ભિતી સેવાય રહી છે કોન્ટ્રાક્ટર ને રસ્તો સંપૂર્ણ પૂર્ણ કામ ન થયેલ હોય તેમછતાં નાણા ચુકવણી પણ કરી દેવામાં આવી છે ત્યારે અધિકારી ઓની પણ મિલીભગત હોય તેવી ઘટના સામે આવી છે રોડ ની બંને સાઈડમાં કોઈપણ જાત નું કામ કરવામાં આવેલ ન હોય ત્યારે વાહન ચાલકોને અકસ્માત નો ભોગ બનવું પડે છે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે અને હજુ સમય હોય તો તાત્કાલિક સાઈડ પુરાણ કરવામાં આવે તેમ દુધ‌ઈ ગામજનોએ જણાવ્યું હતું

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.