તા.૧૩ મે નાં રોજ બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ તાલુકાકક્ષાની અદાલતોમાં “રાષ્ટ્રીય લોક અદાલત” યોજાશે
તા.૧૩ મે નાં રોજ બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ તાલુકાકક્ષાની અદાલતોમાં “રાષ્ટ્રીય લોક અદાલત” યોજાશે
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના માર્ગદર્શન અનુસાર જિલ્લા ન્યાયાલય બોટાદ ખાતે તથા તાલુકાકક્ષાએ બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં આગામી તા.૧૩ મે ના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી “રાષ્ટ્રીય લોક અદાલત”નું આયોજન કરવામાં આવનાર છે આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપત્ર ફોજદારી કેસો, વાહન અકસ્માત વળતરના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના ચેક રિટર્નના કેસો, ટ્રાફીક ચલણને લગતા ઇ-મેમોના કેસો, ભરણપોષણના કેસો, કૌટુંબિક તકરારના કેસો, જમીન વળતરના કેસો, મહેસૂલી તકરારના કેસો, વીજ તથા પાણી બિલ (ચોરી સિવાય)ના કેસો, ભાડાને લગતા કેસો, બેન્ક વસૂલાત, સુખાધિકાર હક્ક મનાઈ હુકમ, દેવા વસૂલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસો તા.૧૩ મે ના રોજની નેશનલ લોક અદાલતમાં નિકાલ સારું હાથ ધરવામાં આવતાં ઇચ્છુક વ્યક્તિઓ-પક્ષકારોએ તા.૧૩ મે ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા ન્યાયાલય, બોટાદ ખાતે તથા તાબાની તમામ કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે. વધુમાં પોતાના કેસનો લોક અદાલતમાં નિકાલ કરવા ઇચ્છતી વ્યક્તિએ જે-તે અદાલતમાં તથા ડી.એલ.એસ.એ. કચેરી બોટાદનાં રૂમ નં-૧૨૬ ખાતે તા. ૧૩ મે પૂર્વે ઓફિસ સમય દરમિયાન મેળવી શકે છે તેમ જણાવાયું છે.
રિપોર્ટ, અશરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.