નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર શાળાનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરાયું.
નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર શાળાનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત થતા વાલીઓ, એસ.એમ.સી તેમજ શાળા પરિવારમાં આનંદની લાગણી જોવા મળી. પ્રાથમિક કુમાર શાળાનું અંદાજે રૂપિયા એક કરોડના ખર્ચે નવ ઓરડાઓ નિર્માણ થવા જઈ રહ્યું છે જેનું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તબ્બકે ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, પ્રાથમિક કુમાર શાળાના એસ.એમ.સી અધ્યક્ષ બાલુભાઈ વસાવા, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, યોગેશ પાવર, સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, બી.આર.સી. સુધાબેન, ટી.આર.પી પંકજ પટેલ, સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો .
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.