પુણ્ય શ્લોકા દેવી શ્રી અહલ્યાબાઈ હોલકર ત્રીશતાબ્દી સમારોહ સમિતિ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત યુવા સંમેલન
પુણ્ય શ્લોકા દેવી શ્રી અહલ્યાબાઈ હોલકર ત્રીશતાબ્દી સમારોહ સમિતિ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત યુવા સંમેલન
જય સોમનાથ, પુણ્ય શ્લોકા દેવી શ્રી અહલ્યાબાઈ હોલકર ની 300 મી જન્મ જયંતી નિમિત્તે શ્રી પ્રભાસ પાટણ મુકામે, દિનાંક 12 1 2025 ને રવિવારે સવારે 10 વાગ્યાથી 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પુણ્ય શ્લોકા દેવી શ્રી અહલ્યા બાઈ હોલકર ત્રીશતાબ્દી સમારોહ સમિતિ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
આ યુવા સંમેલનમાં સમગ્ર ભારત વર્ષમાં થી 500 જેટલા યુવાનો અને યુવતીઓ કે જેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામ કરી રહ્યા છે, તેઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. આ યુવાનો અને યુવતીઓ રમત ગમત ,ઉદ્યોગ, પ્રાકૃતિક ખેતી શિક્ષણ, વિજ્ઞાન, રક્ષા વગેરે ક્ષેત્રોમાંથી અપેક્ષિત હતા .
આ કાર્યક્રમ માં મુખ્ય વક્તા તરીકે શ્રીમાન ભાગ્યેશ જહા-અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી, નિવૃત્ત I A S અધિકારી હતા.
વિશેષ ઉસ્થિતિ માં કેપ્ટન શ્રી ડૉ.મીરાબેન દવે - નિવૃત્ત શેના અધિકારી.
શ્રી પ્રીતિબેન પટેલ - શસ્ત્ર ઉદ્યોજક,રાજકોટ.
શ્રી મનીષાબેન કોઠેકર - પ્રાધ્યાપક આયુર્વેદિક કોલેજ નાગપુર હતા.
કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ દીપ પ્રાગટ્ય લોકમાતા અહલ્યાબાઈજી ની ડોક્યુમેન્ટરી દર્શન વક્તાઓ દ્વારા અહલ્યાબાઈ જીની જીવની વિશેની વાત થઈ. મુખ્ય વક્તા દ્વારા લોકમાતા પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ ના ગુણોનું દર્શન અને અત્યારના આધુનિક સમયમાં એની પ્રાસંગિકતા વિશે વાત થઈ. કાર્યક્રમના અંતે બધા જ વક્તાઓ દ્વારા ઉપસ્થિત યુવા શક્તિને સાંપ્રત સમયમાં મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન થયું.
કાર્યક્રમ માં ગૌ આધારિત વસ્તુઓનો વિતરણ નો સ્ટોલ રાખવામાં આવ્યો હતો ,સાથે સાથે લોક માતા અહલ્યાબાઈ ની જીવની ના પુસ્તકો અને અન્ય ઉપયોગી પુસ્તકો અને સાહિત્યનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો,સેલ્ફી પોઇન્ટ ,પ્રદર્શનની વગેરેની ગોઠવણ થઈ હતી .કાર્યક્રમના અંતે ઉપસ્થિત બધા જ લોકોએ સ્વરુચિ ભોજન સાથે લીધું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.