લખતર તાલુકાના કેસરિયા રેલવે સ્ટેશન પાસેના નાળામાં પોપડા પડી સળિયા દેખાવા લાગતા અકસ્માતનો ભય
લખતર તાલુકાના કેસરિયા રેલવે સ્ટેશન પાસેના નાળામાં પોપડા પડી સળિયા દેખાવા લાગતા અકસ્માતનો ભય
આ નાળા ઉપરથી પેસેન્જર ટ્રેન સહિતની અનેક ટ્રેન પસાર થાય છેકેન્દ્ર સરકારના રેલવે વિભાગમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર ધીરેધીરે બહાર આવી રહ્યા છે લખતર રેલવે સ્ટેશન બનાવ્યાને થોડા વર્ષો પણ નથી ત્યાં ટિકિટ બારી સહિતના અનેક રૂમમાં ધાબા માંથી પોપડા પડી રહ્યા હતા હાલ રેલવે દ્વારા પોપડા પડેલ જગ્યાએ વોલ પેપર મારી ભ્રષ્ટાચાર ઢાંકવાના પ્રયાસ કર્યા છે ત્યારે રેલવેનો એક વધુ અને ગંભીર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે કેસરિયા રેલવે સ્ટેશનથી લખતર આવતા નાળા નંબર એચએલએફ 1970 માં નીચે પોપડા ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા છે આ નાળા ઉપરથી પેસેન્જર ટ્રેન સહિતની માલવાહક ટ્રેન પસાર થાય છે ત્યારે પોપડા ઉખડી ગયા પછી સળી ગયેલ સળિયા દેખાય છે અને કોઈપણ ટ્રેનનો વજન આવવાથી નાળુ તૂટી જશે અને અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉભા થયા છે
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.