સાયલામાં નિયમિત વીજ પુરવઠો નહીં મળતા ૪ ગામોમાં પાણી વિતરણની સમસ્યાથી સાયલા જીઈબી કચેરીએ સરપંચો સહિત ગ્રામજનો દોડી ગયા - At This Time

સાયલામાં નિયમિત વીજ પુરવઠો નહીં મળતા ૪ ગામોમાં પાણી વિતરણની સમસ્યાથી સાયલા જીઈબી કચેરીએ સરપંચો સહિત ગ્રામજનો દોડી ગયા


સાયલા તાલુકાના ચાર જેટલા ગામોમાં નિયમિત વીજ પુરવઠો નહીં મળતો હોવાના કારણે પાણીના વિતરણની સમસ્યા ઉભી થઈ છે. જે સંદર્ભે ચારેય ગામના સરપંચો સહિત ગ્રામજનો સાયલા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત માટે દોડી ગયા હતા.

સાયલા તાલુકાના ગોસળ,મદારગઢ, વખતપર અને નવા સુદામડા ગામોમાં નિયમિત વીજ પુરવઠો નહીં મળવાના કારણે ચારેય - ગામના સરપંચો સહિત ગ્રામજનો - રજૂઆત માટે સાયલા - પીજીવીસીએલ કચેરી ખાતે દોડી ગયા હતા. વીજ પુરવઠો નિયમિત - નહીં મળવાને કારણે પાણી - વિતરણની મોટી સમસ્યાઓ ઊભી થવા પામી હતી.

ઉપરોક્ત ચારેય ગામના સરપંચો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ચાર ગામો તેમજ ડોળીયા ગામ પણ વખતપર જ્યોતિગ્રામ ફીડર સાથે જોડાયેલું છે. જેથી કોઈપણ ગામમાં મામૂલી - ફોલ્ટ થાય તો પણ વારંવાર વીજ
પુરવઠો ડૂલ થઈ જાય છે.જેથી દરેક ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ જાય છે.

ફોલ્ટ થવાના કારણે ૧૦થી ૧૫ વખત લાઈટો જવાના પ્રશ્નો હાલ જોવા મળી રહ્યા છે. સરપંચોની હાલમાં માંગ એવી છે કે, ડોળીયા ગામને મરડિયા ફીડર અથવા સામતપર ફીડરમાં જોડવામાં આવે તો આ ફોલ્ટ ઘટાડી શકાય તેમ છે. જ્યારે ડોળીયા ગામ પણ વખતપર જ્યોતિગ્રામ ફીડરમાંથી અલગ થવા માટે પણ સહમત છે. આગામી દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવેતો ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેવી સરપંચોએ ચિમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.