પ્રિકોશન ડોઝ ફ્રી જાહેર કર્યાના ત્રીજા દિવસે તંત્ર હાંફી ગયું, સોમવારે 12 કેસ નોંધાયા હતા
કોરોના સામે રક્ષણ આપવામાં કારગર નિવડતી વેક્સિનનો ત્રીજો ડોઝ ફક્ત વૃદ્ધો અને કોરોના વોરિયર્સને ફ્રીમાં અપાતો હતો, પણ આઝાદીના અમૃત મહોત્સવને લઈને આગામી 15 દિવસ સુધી બધાને મફત અપાશે તેવી જાહેરાત કરાઈ હતી પણ બે દિવસ રસી આપ્યા બાદ સોમવારે જ તંત્ર હાંફી ગયું હતું અને રાજ્યભરમાં રસીની અછત સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં તો રસીકરણ જ બંધ કરી દેવાયું હતું અને શહેરોમાં મંગળવારે પણ સેશન થવાના નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.