લીડ બેંક બોટાદ (બેંક ઓફ બરોડા) દ્વારા બોટાદ શહેરના તમામ ૧૦૪ આંગણવાડી કેન્દ્રો માટે તવી અને તાવેથાનુ વિતરણ કરાયું
લીડ બેંક બોટાદ (બેંક ઓફ બરોડા) દ્વારા બોટાદ શહેરના તમામ ૧૦૪ આંગણવાડી કેન્દ્રો માટે તવી અને તાવેથાનુ વિતરણ કરાયું
૨૦/૦૭/૨૦૨૩ ને ગુરુવારના રોજ બેંક ઓફ બરોડાના ૧૧૬ વર્ષના સેલિબ્રેશન અન્વયે લીડ બેંક બોટાદ (બેંક ઓફ બરોડા) દ્વારા બોટાદ શહેરના તમામ ૧૦૪ આંગણવાડી કેન્દ્રો માટે તવી અને તાવેથો વિતરણ કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્ર મારફત બાળકોને મેનુ પ્રમાણે નાસ્તો આપવામાં આવે છે. જે નાસ્તો આ તવી અને તાવેથાનો ઉપયોગ કરી બનાવવામાં આવે તો બાળકોને આરોગ્ય સબબ સીધો લાભ મળી શકે,આજના આ પ્રસંગે લીડ બેંક મેનેજર મિતેશ સાહેબ ગામીત, બેંક ઓફ બરોડા બોટાદ બ્રાંચના મેનેજર રામ સાહેબ, બેંક ઓફ બરોડા હવેલી ચોક બોટાદ બ્રાંચના મેનેજર મોદી સાહેબ, અને બાળ વિકાસ યોજના અધિકારી દક્ષાબેન વ્યાસ અને બેંક તથા આઈ.સી.ડી.એસ બોટાદના અન્ય સ્ટાફ દ્વારા હાજરી આપવામાં આવેલ.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.