દીકરાએ સાર-સંભાળ ન રાખતા માતાએ ઝેર પીધું, પોતાના હાથમાં જ છરીથી છરકા માર્યા - At This Time

દીકરાએ સાર-સંભાળ ન રાખતા માતાએ ઝેર પીધું, પોતાના હાથમાં જ છરીથી છરકા માર્યા


વૃદ્ધા અવસ્થામાં દીકરો માતા-પિતાની સેવા કરે તેવું દરેક માત-પીતા ઈચ્છતા હોય છે. પણ દિકરો સેવા કરવાની બદલે તરછોડી દઈ તો? તેવોજ એક બનાવ સામે આવ્યો હતો.શહેરનાં સાધુ વાસવાણી રોડ ગુરુજી આવાસ ક્વાર્ટરમાં રહેતાં વૃદ્ધાની દિકરો સાર સંભાળ ન રાખતાં વૃદ્ધાએ હાથમાં છરી મારી ઈજા પહોંચાડી ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બનાવની વિગત મુજબ સાધુ વાસવાણી રોડ ગુરુજી આવાસ ક્વાર્ટરમાં રહેતાં અનસોયાબેન જગદીશપુરી ગૌસ્વામી (ઉ.વ.55) તેઓ ગઈ કાલે બપોરે પોતાનાં ઘરે હતાં ત્યારે પોતાનાં હાથે છરીથી ઈજા કરી ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ ગયાં હતા. બાદ 108 મારફત વૃદ્ધાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે.
તેઓના પતિ અવસાન પામ્યા છે.વૃદ્ધાને એક પુત્ર છે. પુત્ર સાચવતો ન હોય સાર સંભાળ રાખતો ન હોય જેથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.