લોનના હપ્તા ભરવા માટે પતિએ ફેસબુક પર ખોટી સ્યુસાઈડ નોટ લખી પત્નીને બદનામ કરી - At This Time

લોનના હપ્તા ભરવા માટે પતિએ ફેસબુક પર ખોટી સ્યુસાઈડ નોટ લખી પત્નીને બદનામ કરી


જામનગર રોડ પર યુનિકેર હોસ્પિટલની પાછળ નાગેશ્વર સિટી એપાર્ટમેન્ટમાં રહેતી બિન્દીબેન હેમલભાઇ સાંગાણી (ઉ.વ.40) એ તેના પતિ હેમલ રસીક સાંગાણી (રહે.નિર્લોન લેબોરેટરી, ભક્તિનગર સ્ટેશન જીવન કોમ બેંક ઉપર ગોંડલ રોડ મામાજી સસરા કિશોર ગીરધરલાલ અને પિતરાઈ દિયર પરેશ વશાણી (રહે. બંને નટરાજનગર, કૈલાસ પાર્ક-11) વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છ એક મહિનાથી માવતરે રહે છે. તેમના પ્રથમ લગ્ન 2005મા રાજકોટના રીતેષ શાહ સાથે થયેલ હતા.
લગ્નજીવન બે વર્ષ ચાલેલ બાદ મનમેળ ન થતા બંને વચ્ચે છુટાછેડા થયેલ હતાં. લગ્ન ગાળા દરમિયાન સંતાનમાં એક પુત્રીનો જન્મ થયેલ હતો. જે હાલ તેણીની પાસે છે.ગઇ તા.03/03/2013 ના રોજ રાજકોટના હેમલ સાંગાણી સાથે બીજા લગ્ન કરેલ અને તેણીના પતિના પણ આ બીજા લગ્ન હતાં. લગ્ન બાદ તેઓ દંપતી પુત્રી સાથે રામનગર શેરી નં.5 પી.ડી.એમ કોલેજ નજીક રહેતાં હતા. લગ્નના બે વર્ષ બાદ તેઓ પરિવાર સાથે જુનાગઢ રહેવા ગયેલ હતાં. પતિએ તેના નામની લોન લીધી હતી. જેના હપ્તા ભરવા માટે તેને દબાણ કરતો, જો ના પાડે તો મારકૂટ કરતો હતો. મામાજી સસરા અને પિત્રાઈ દિયર પણ ઘરે આવી એ હપ્તા ભરવા બાબતે દબાણ કરતા હતા.
એટલું જ નહીં પતિને તેના વિરૂધ્ધ ચડામણી કરતા હતા. જેથી પતિ ઝઘડો કરી મારકૂટ કરતો હતો. એટલું જ નહીં ખોટી શંકા કરી અને રસોઈ જેવી બાબતોમાં પણ ઝઘડા કરતો હતો. પાંચ વર્ષ જૂનાગઢ રહ્યા બાદ રાજકોટ રહેવા આવી હતી. છએક માસ ઘરસંસાર ચાલ્યા બાદ પતિએ ફરીથી લોનના હપ્તા ભરવા બાબતે ઝઘડો કરી દવા પી લીધી હતી. તે વખતે મામાજી સસરાએ હોસ્પિટલે આવી તારા ત્રાસને કારણે દવા પી લીધી છે તેમ કહ્યું હતું. આ ઘટનાક્રમના સાતેક મહિના સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિ શંકાશીલ હોવાથી અવાર-નવાર શંકા કરી, મારકૂટ કરતો હતો. દિકરી તેને મારવાની ના પાડે તો તેને પણ મારકૂટ કરતો હતો. તે પાંચેક વાર રિસામણે આવી હતી.
દર વખતે સમાધાન કરી જતી રહેતી હતી. ગઈ તા.28 ઓકટોબરના રોજ માતા-પિતાને ત્યાં જમીને પરત ઘરે ગઈ ત્યારે પતિએ કાઢી મુકી હતી. એટલું જ નહીં મકાનને તાળું મારી જતો રહ્યો હતો. જેને કારણે પિયર ગયા બાદ ગાંધીગ્રામ પોલીસમાં અરજી કરી હતી. બીજે દિવસે - પોલીસે સાથે આવી સામાન અને કપડાં અપાવ્યા હતા. જે બાદ પતિએ ફેસબુક પર ખોટી સ્યુસાઈડ નોટ લખી તેને અને પરિવારને બદનામ કરી હતી. આટલેથી નહીં અટકતા પુત્રી સ્કૂલે જાય ત્યારે તેની પાછળ જઈ તેને પણ હેરાન કરી ગાળો આપતો હતો. મામાજી સસરા અને પિતરાઈ દિયર ઉપરાંત પતિ છૂટાછેડા આપી દેવા માટે સતત દબાણ કરે છે. એટલું જ નહી તેના પતિને પણ કયાંક સંતાડી દીધો છે. અંતે તેના ત્રાસથી કંટાળી ફરીયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.