પોરબંદર શહેર અને જિલ્લાના વીજપ્રશ્નોના નિરાકરણ માટે યોજાઈ બેઠક - At This Time

પોરબંદર શહેર અને જિલ્લાના વીજપ્રશ્નોના નિરાકરણ માટે યોજાઈ બેઠક


*પોરબંદર શહેર અને જિલ્લાના વીજપ્રશ્નોના નિરાકરણ માટે યોજાઈ બેઠક*

*ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ પી.જી.વી.સી.એલ.ના ઉચ્ચ અધિકારીઓને આપ્યુ માર્ગદર્શનઃ આઉટ સોર્સીંગ પધ્ધતિથી ટેકનીકલ સ્ટાફની નિમણૂંક કરવા સહિત જુદા જુદા ફીડરોની મરામત માટે પણ આપી સુચના*

પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વીજપ્રશ્ન અત્યંત ગંભીર બન્યો છે તેથી તેના નિરાકરણ માટે ધારાસભ્યની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી અને તેમના દ્વારા પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને માર્ગદર્શન અપાયુ હતુ.

છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદરના શહેરી વિસ્તારમાં અને ગ્રામ્યપંથકમાં વીજળીના પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણમાં ચારે બાજુથી આવી રહ્યા છે તેથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને પી.જી.વી.સી.એલ.ના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી જેમાં જુદા જુદા પ્રશ્નો રજૂ થયા હતા જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓના નિરાકરણ માટે માર્ગદર્શન અપાયુ હતુ. આ પ્રશ્નોમાં બગવદર સબડિવિઝન હેઠળ આવેલ ભેટાળી ફીડર ખુબજ લાંબો છે. ચોમાસામાં ફીડરની અમુક ચેઇનેજ ડુંબાણવાળા એરીયામાં આવી જાય છે. તેથી ચોમાસામાં ફોલ્ટ એટેન્ડ કરવામાં મુશ્કેલી પડે છે. તેથી આ ફીડરને વિભાજીત કરવાની શકયતા તપાસવી. ફીડર જર્જરીત છે. મરામતનો પ્રોજેકટ ધરવો ખૂબજ જરૂરી છે., આંબારામા એસ.એસ.માં ચુંડાવદર ફીડર પણ ખુબજ લાંબો છે. વિભાજીત કરવાની શકયતાઓ તપાસવી. ફીડર પણ જર્જરિત છે. મરામતનો પ્રોજેકટ ત્વરિત ધોરણે હાથ ઉપર લેવો. અંબારામા એસ.એસ. અંતર્ગત કમીઆઈ ફીડરની વિભાજનની અને મરામતની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવી (મંજૂરી મળી ગયેલ છે.) ખાંભોદર એસ.એસ. અંતર્ગત કિંદરખેડા ફીડર ખુબજ લાંબો છે. તેને પણ વિભાજીત કરવાની શકયતા તપાસવી છેડાના ગ્રાહકોને વીજળીની સમસ્યા રહે છે. આ ફીડરને પણ ત્વરિત ધોરણે મરામત કરવાની કામગીરી હાથ ઉપર લેવી. શીંગડા એસ.એસ. અંતર્ગત બંકડ ફીડર ખુબજ ફોલ્ટમાં રહે છે. આ ફીડરને ખુબજ ફોલ્ટ ફોલ્ટમાં રહે છે. આ ફીડરને એચ.વી.ડી. એસ.માં કન્વર્ટ કરવો જરૂરી છે. એચ.વી.ડી.માં કન્વર્ટ ના થાય ત્યાં સુધી આ ફીડરને ત્વરિત ધોરણે મરામત કરવો ખૂબજ જરૂરી છે. કુણવદર ફીડર લાંબો છે. વિભાજન કરવાની શક્યતા તપાસવી. જર્જરિત ફીડર હોવાથી મરામતની કામગીરી ત્વરિત ધોરણે હાથ ઉપર લેવી.

બોચીરા એસ.એસ. સીમાણી એસ.એસ. અને ખાપટ એસ.એસ. શરૂ કરવા માટેની કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો છે. સ્થાનિક અધિકારીઓને જવાબદારી સાથે રેવન્યુ ઓથોરીટી સાથે સંકલન કરીને પ્રશ્નો નિકાલ કરવામાં ગતિ લાવવી. અડવાણા એસ.એસ.માં ભેટકડી ફીડર, મારિયા ફીડર અને મોરાણા ફીડર અને ફટાણા ફીડર વારંવાર ફોલ્ટમાં જાય છે. જરૂરી મરામતની કાર્યવાહી હાથ ધરવામાં આવે. દેગામ ફીડર વારંવાર ફોલ્ટમાં જાય છે. સર્વે કરીને ટેકનીકલ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવી. ચોમાસા દરમિયાન બગવદર સબ ડિવિઝનમાં સેટઅપ ઓછું હોવાના કારણે મરામતમાં બળી ગયેલાટી.સી. બદલવામાં ખુબજ સમય જાય છે. તેથી આઉટ સોર્સીંગ પધ્ધતિથી ચોમાસમાં એસ.એસ. પ્રમાણે લાઇનમેન કક્ષાના અને હેલ્પર સહિતની ટીમ તહેનાત કરવી (મીની મેનેજમેન્ટ ટીમ)દરેક સબસ્ટેશનમાંઉપરોકત વ્યવસ્થા ગોઠવવી. જેથી એગ્રીકલ્ચર ફીડરોના ફોલ્ટનો નિકાલ કરવામાં થતો વિલંબ નિવારી શકાય-કોસ્ટલ સબડીવિઝન શ્રીનગર અને મીયાણી એસ.એસ.ની કામગીરી ત્વરિત ધોરણે પૂરી કરવી. રીણાવાડા ફીડર, કુછડી ફીડર, રાતડી ફીડરમાં વારંવાર ફોલ્ટમાં જાય છે. ફોલ્ટ સમયસર પૂરતા સેટઅપ અભાવે થતા નથી. તેથી અહીં પણ એસ.એસ. મુજબ લાઈનમેન, હેલ્પર સહિતના ટેકનીકલ સ્ટાફને વાહન સાથે આઉટસોસીંગ ધોરણે તહેનાત કરવો.

ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળના સુભાષનગર, બોખીરા, ખાપટ, રોકડીયા હનમુન એરીયા અને સીતાામ નગર એરીયા વારંવાર ફોલ્ટમાં આવી જાય છે. ટેકનીકલ સર્વે કરાવીને ફોલ્ટના કારણો દુર કરવાની કાર્યવાહી કરવી. આઉટસોસીંગ ધોરણે લાઇનમેન હેલ્પર કક્ષાની સંખ્યા વાહન સાથે વધારવી જેથી ફોલ્ટના ઉકેલમાં થતો વિલંબ નિવારી શકાય. કોસ્ટલ સબ ડિવિઝન અને બગવદર સબ ડિવિઝન હેઠળના ખેતીવાડી ફીડરને એમ.વી.સી.સી.માં કન્વર્ટ કરવાની મજબૂત કારણો સાથે કોર્પોરેટ ઓફિસમાં દરખાસ્ત કરવી. બગવદર સબ ડિવિઝન અને કોસ્ટલ સબ ડિવિઝન અને ઉદ્યોગનગર સબડિવિઝનમાં ફોલ્ટ રજીસ્ટર કરવાની અને ગ્રાહકોને જવાબ આપવાની સ્ટાન્ડર્ડ ઓપરેટીવ પ્રોસીજર પધ્ધતિ શકય હોય તો ડીજીટલ ધોરણે પધ્ધતિ એસ્ટાબ્લીસ કરવામાં આવે. યોગ્ય જવાબના અભાવે ફોલ્ટના સ્ટેટસ બાબતે ગ્રાહકોમાં રહેતો ઉત્સાહ અને તેને કારણે થતા ઉગ્ર આંદોલનો અને અસંતોષ નિવારી શકાય. પોરબંદર શહેરની અંદર ઝુંડાળા, કડીયાપ્લોટ, કુંભારવાડાના ગ્રાહકોને નડતી ટ્રીપીંગની સમસ્યા અને લો વોલ્ટેજની સમસ્યા બાબતે ત્વરિત કાર્યવાહી કરવી અને નવા એસ.એસ.ની શકયતા તપાસવી.બોખીરામાં આવેલ ઓમ નગર અને જનકપુરી સોસાયટીની આસપાસનો અમુક વિસ્તાર ગ્રામ્ય ડિવિઝનમાં આવે છે તેને સીટી ડિવિઝનમાં સમાવેશ કરવો. વગેરે જેવા સૂચનો થયા હતા અને અર્જુનભાઈ મોઢવાડીયાએ વીજતંત્રના અધિકારીઓને યોગ્ય કરવા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.