*ખેડબ્રહ્માના દિધીયા ગામે તળાવ વિસ્તારની સફાઇ કરતા ગ્રામજનો* - At This Time

*ખેડબ્રહ્માના દિધીયા ગામે તળાવ વિસ્તારની સફાઇ કરતા ગ્રામજનો*


*ખેડબ્રહ્માના દિધીયા ગામે તળાવ વિસ્તારની સફાઇ કરતા ગ્રામજનો*
********
સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકના દિધીયા ગામે ગ્રામજનો દ્વારા તળાવના આજુબાજુના વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી.
સ્વચ્છ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત બે માસ દરમિયાન રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરાતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ખેડબ્રહ્માના દિધીયા ગામે ગ્રામજનો દ્વારા તળાવ વિસ્તારમાં ઉઘી નિકળેલુ લીલુ ઘાસ દૂર કરીને તળાવના કાંઠા વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.
***********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.