ધંધુકા શહેરમાં પહેલી વાર 'નો પાર્કિંગમાં' પાર્ક કરાયેલ મોટર કારને ટ્રાફિક પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવી. - At This Time

ધંધુકા શહેરમાં પહેલી વાર ‘નો પાર્કિંગમાં’ પાર્ક કરાયેલ મોટર કારને ટ્રાફિક પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવી.


ધંધુકા શહેરમાં પહેલી વાર 'નો પાર્કિંગમાં' પાર્ક કરાયેલ મોટર કારને ટ્રાફિક પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવી.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ દિન પ્રતિ દિન વધી રહી હોય આ ટ્રાફિક સમસ્યાઓને નિવારવા માટે પોલીસ દ્વારા સતત ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ધંધુકા શહેરની ટ્રાફીક સમસ્યાને નિવારવા માટે ધંધુકા પોલીસે કરેલી ટ્રાફિક ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના, બ્લેક ફિલ્મ લગાવેલા અને ફેન્સી નંબર પ્લેટ તેમજ'નો પાર્કિંગમાં' પાર્ક કરાયેલ મોટર કારના ચાલકોને દંડ ફટકારીયા હતા.

ધંધુકા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર મણીયાર સાહેબ ના દવાખાના સામે રોડ પર 'નો પાર્કિંગમાં' પાર્ક કરાયેલ મોટર કારને ટ્રાફિક પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવે હતી.

ધંધુકાશહેરના બસ સ્ટેન્ડ રોડ પર મણીયાર સાહેબ ના દવાખાના સામે આજે બપોરના સમયે રસ્તા પર પાર્ક કરવામાં આવેલ કાર નંબર GJ.33.F.1556ને ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ કરવાના બદલામાં વહીલ લોક કરી દેવામાં આવી હતી. જો કે આ બાદ લોક કરાયેલી કારના ચાલકે મેમો ભરતા કોઈ પોલીસ કર્મી આવી લોક ખોલી આપ્યો હતો.

આ દશ્યો નજરે જોનારા પણ ચોંકી ઉઠયા કે આ ટ્રાફિક પોલીસ દ્વારા ધંધુકા શહેરમાં પહેલી વાર "નો પાર્કિંગ કરવાના બદલામાં વહીલ લોક કરી દેવામાં આવી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.