પ્રકાશ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં 25000ની માલમત્તા સાથેનું પર્સ ચોરાયું
રાજકોટમાં ચોર-ગઠીયાઓ લગ્નપ્રસંગોને નિશાન બનાવતા હોય તેમ નિર્મલા સ્કુલ સામે પ્રકાશ સોસાયટીમાં યોજાયેલા એક પ્રસંગ દરમ્યાન મોબાઇલ-રોકડ સહિત 25000ની માલમાતની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના 9 માસ્તર સોસાયટીમાં રહેતા અને કલરની દુકાન ધરાવતા નીતિનભાઇ નટવરલાલ રત્નેશ્વરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત 6 ડીસેમ્બરના રોજ 1/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા સ્કુલની સામે અમાદા સગાને ત્યાં લગ્નપ્રસંગમાં ગયા હતા ત્યાં મારા પત્ની પાસે પર્સ હતું જેમાં 19990ની કિંમતનો મોબાઇલ, 5000ની રોકડ તથા આધાર કાર્ડ-લાયસન્સ જેવા દસ્તાવેજો હતા. પ્રસંગમાં વ્યસ્ત બનતા તેમણે પોતાનું પર્સ મકાનના હોલમાં રાખ્યું હતું. પરંતુ પરત લેવા જતા ગાયબ હતું. સગાસંબંધીઓ પણ તે વિશે અજાણ માલુમ પડતા ચોરી થયાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુધ્ધ ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.