ખૂનની કોશિશનો આરોપી પોલીસ સ્ટેશનમાં ડી.સ્ટાફને રૂમમાં પૂરીને ભાગ્યો, પોલીસે પકડી ટાંટિયા ભાંગી નાખ્યા
હત્યાની કોશિશના ગુનાનો આરોપી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો જીણા ગોહેલ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તેણે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેશ મંઢે બેરહેમીથી ધોકા પટ્ટા મારી ટાંટિયા ભાંગી નાખ્યાનો આક્ષેપ કર્યો હતો, જોકે જીણા અને તેના પુત્ર સહિત છ શખ્સોની ખૂનની કોશિશના ગુનામાં ધરપકડ થઇ તે દિવસે જીણાએ હાર્ટએટેક આવ્યાનું નાટક કરી પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફ રૂમની બહાર નીકળી રૂમનો દરવાજો બહારથી બંધ કરી ડી.સ્ટાફને પૂરીને નાસી ગયો હતો, બાદમાં પોલીસે તેને ઝડપી લઇ આગવીઢબે સરભરા કરી તેેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.