વિંછીયા નાં જનડા ગામનાં પ્રજાપતી સમાજનો જવાન સરહદનો રખેવાળ બન્યો બાઈક રેલી સાથે ભવ્ય સન્માન કરાયું
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
વિછીયા તાલુકાના જનડા ગામના યુવાન મૂળિયા હાર્દિકભાઈ દિલીપભાઈએ ભારતીય સૈન્યની તાલીમ પૂર્ણ કરી માદરે વતન ફરતા વિંછીયા થી જનડા સુધી ભવ્ય બાઇક રેલી સરઘસ સાથે વતન કે રખવાલે સ્વાગત રેલીમાં જવાનને આવકારવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. અને ગામ લોકોએ ઉમળકા ભેર આવકારી સામૈયાં અને ડી જે નાં તાલે લોકો ઝુમી ઉઠ્યા હતા. ભારત માતા કી જય વંદે માતરમ્ નાં નારાથી વાતાવરણ દેશ ભક્તિમય ગુંજી ઉઠ્યું હતું. વતન કે રખવાલે સ્વાગત સન્માન રેલી અને સમારોહના સારથી પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ વિર જવાન હાર્દિકભાઈ પ્રજાપતિને હાર પહેરાવી શાલ ઓઢાડી અને ભારત માતા ની છબી આપી સેલ્યુટ આપી સન્માનિત કર્યા હતા. અને સમગ્ર સમારોહને ઉજળો અને સફળ બનાવનાર પાંચાળવાસીઓ જનડા ગ્રામજનો અને મહેમાનો તેમજ ઉપસ્થિત તમામ લોકોનો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.