પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ: મંદિર પાસે વાછરડાના અંગો ફેંક્યા - At This Time

પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ: મંદિર પાસે વાછરડાના અંગો ફેંક્યા


અમદાવાદ,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારપવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી ઉશ્કેરવાનો પ્રયાસ થયો હતો. બનાવની જાણ થતાં હિન્દૂ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો સ્થળ પર એકત્ર થયા હતા. ઈસનપુર ગોવિંદવાડી પાસે બનેલા આ બનાવને પગલે મામલો ગરમાયો હતો. સ્થાનિકોએ એક્ટિવા પર આવેલા બે શખ્સે આ કૃત્ય આચર્યાનો દાવો કર્યો છે.  ઈસનપુર ગોવિંદવાડી પાસે મહાદેવજી મંદિર પાસે આજે વહેલી સવારે એક્ટિવા પર આવેલા શખસો ગાયના વાછરડાના કપાયેલા અંગો ફેંકી ફરાર થયા હતા.પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ વધુ પ્રમાણમાં રહેતી હોય છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા સ્થળ પર એકત્ર થવા લાગ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી.હિન્દૂ સંગઠનોએ ઘટનાને પગલે ઇસનપુર બંધના એલાન સાથે ધરણા પ્રદર્શન કરતા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસની પાંચ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.