અમેરિકામાં ફાયરિંગ:ન્યુયોર્કમાં પાર્કમાં હુમલાખોરે ધડાધડ ગોળીઓ વરસાવી; 1 યુવકનું મોત, 6 ઘાયલ, હુમલાખોર ફરાર - At This Time

અમેરિકામાં ફાયરિંગ:ન્યુયોર્કમાં પાર્કમાં હુમલાખોરે ધડાધડ ગોળીઓ વરસાવી; 1 યુવકનું મોત, 6 ઘાયલ, હુમલાખોર ફરાર


અમેરિકાના ન્યૂયોર્કના રોચેસ્ટર પાર્કમાં રવિવારે હુમલાખોરે ફાયરિંગ કરતા એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા. રોચેસ્ટર પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર સાંજે 6.20 કલાકે થયો હતો. આ દરમિયાન પાર્કમાં એક પાર્ટી ચાલી રહી હતી જેમાં ઘણા લોકો સામેલ થયા હતા. ફાયરિંગમાં 20 વર્ષીય યુવકનું મોત
પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં 20 વર્ષીય યુવકનું મોત થયું છે. ફાયરિંગ કરનાર હુમલાખોરની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તેના પરિવારજનોની જાણ થતાં જ ખુલાસો કરવામાં આવશે. આ ગોળીબારમાં કેટલા લોકો સામેલ છે તે પોલીસને જાણવા મળ્યુ નથી. હુમલાખોરને શોધવા માટે પોલીસ લોકોની પૂછપરછ કરી રહી છે. ફાયરિંગ બાદ પાર્કમાં અફરા-તફરી મચી ગઈ
આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ફાયરિંગ બાદ પાર્કમાં અફરા-તફરી મચી ગઈ હતી અને ફાયરિંગનો અવાજ સંભળાય છે. થોડા દિવસો પહેલા પેન્સિલવેનિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સભામાં પણ ફાયરિંગ થયું હતું. ઘાયલ એક વ્યક્તિની હાલત નાજુક
આ ઘટનામાં ઘાયલ એક વ્યક્તિની હાલત નાજુક છે, જ્યારે અન્ય 5 લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં માર્યા ગયેલા યુવકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું હતું કે પાર્કમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને ગોળીઓ વરસાવવામાં આવ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકામાં ફાયરિંગના અન્ય સમાચાર પણ વાંચો... ટ્રમ્પ પર ફાયરિંગ, FBIએ કહ્યું- હત્યાનું કાવતરું:શૂટર ટ્રમ્પની જ પાર્ટીનો હતો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. પેન્સિલવેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન ટ્રમ્પને ગોળી વાગી હતી. જ્યારે તેઓ સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે ગોળીનો અવાજ સંભળાયો. ટ્રમ્પે તેમના જમણા કાન પર હાથ મૂક્યો અને નીચે ઝૂકી ગયા. સિક્રેટ સર્વિસના એજન્ટ ટ્રમ્પને કવર કરવા માટે તરત જ પહોંચ્યા હતા. જ્યારે એજન્ટોએ ટ્રમ્પને સંભાળ્યા અને તેમને ઊભા કરવામાં મદદ કરી, ત્યારે ટ્રમ્પના ચહેરા અને કાન પર લોહી દેખાતું હતું. આ દરમિયાન ટ્રમ્પે મુઠ્ઠી વાળી અને હવામાં હાથ ઊંચો કર્યો. આ પછી, ગુપ્ત એજન્ટો ટ્રમ્પને સ્ટેજ પરથી ઉતારી, કારમાં બેસાડી અને ત્યાંથી લઈ ગયા. આ ઘટના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 4 વાગ્યે બની હતી. ત્યારે અમેરિકામાં શનિવારે સાંજે સાડા છ વાગ્યાનો સમય હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.