મોડસરમાં ફેક્ટરીમાં વીજ ચોરીનો પર્દાફાશ કરવા ગયેલી ટીમ પર હુમલો - At This Time

મોડસરમાં ફેક્ટરીમાં વીજ ચોરીનો પર્દાફાશ કરવા ગયેલી ટીમ પર હુમલો


ભુજ,શુક્રવારભુજ તાલુકાના મોડસરમાં એક ફેક્ટરીમાં વીજ ચોરીનો પર્દાફાશ કરનારી પીજીવીસીએલ વિજિલન્સ ટીમ પર ૩૦થી ૩૫ જણાના ટોળા દ્વારા હુમલો કરીને મોબાઈલ તેમજ વીજ મીટરની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં એક નાયબ ઈજનેર સહિત ત્રણ લોકોને મુઢ માર સહિતની ઈજાઓ પહોંચતા ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં સારવાર આૃર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ તાલુકાના કુકમા સબ ડિવિઝન હેઠળ આવતા મોડસર ગામના સીમાડે 'રાજકોટ મશીનરી' નામની ફેકટરીના ઈન્ડ્રસ્ટ્રીયલ જોડાણમાં વીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી. જેના પગલે ખંભાળીયામાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા ધર્મેશ જેઠવા તેમજ ત્રણ ટીમના ૯ અિધકારીઓ-કર્મચારીઓએ ફેક્ટરીમાં દરોડો પાડયો હતો. તે સમયે અમુક લોકો હાજર હતા અને કેસ નહીં કરવા અને જતુ કરવા વિનવણી કરી હતી. પરંતુ વીજ તંત્ર દ્વારા નિયમો અનુસાર વીજ ચેકિંગ હાથ ધરાઈ હતી.  અને કનેકશન કટ કરીને મીટર કબ્જે લેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ અચાનક પાંત્રીસેક જણનું ટોળુ ફેકટરીની બહાર રોડ પર ધસી આવ્યુ હતુ અને નાયબ ઈજનેર જેઠવા સાથે ઝપાઝપી કરીને મીટર છીનવી લીધુ હતુ. કેટલાક લોકોએ ચેકિંગ કરવા અહીં કેમ આવ્યા છો કહીને જાનાથી મારી નાખવાની ધમકી આપી હતી. જેઠવાનો ફોન ઝુંટવી લઈને વીજ ચોરી અંગે ડાયરીમાં કરેલી નોંધ વાળુ પાનુ ફાડી નાખ્યુ હતુ. ટોળાએ સ્ટાફના અન્ય કર્મચારીઓને મુક્કા લાતો માર્યા હતા. ટોળાથી બચવા વીજ તંત્રની ટીમ જીપમાં બેસી નિકળી ગઈ હતી. આ સમયે કોઈએ જોરાથી દરવાજો બંધ કરતા દરવાના કાચ પણ તુટી ગયા હતા.  નાયબ ઈજનેર સહિતના પર હુમલાના બનાવના પગલે આરોપીઓ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયુ છે. લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિત પધૃધર પોલીસની ટુકડીઓ કોમ્બીંગ ઓપરેશનમાં જોડાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.