જામનગરના બેડેશ્વર વિસ્તારમાં નશીલા પદાર્થને લઈને એટીએસના ધામા: એલસીબી-એસઓજી ની ટુકડી પણ જોડાઈ - At This Time

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં નશીલા પદાર્થને લઈને એટીએસના ધામા: એલસીબી-એસઓજી ની ટુકડી પણ જોડાઈ


- નશા ના કારોબાર સાથે સંકળાયેલા એક શખ્સને એસઓજી દ્વારા ઉઠાવી લેવાયો: ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો:અન્યની શોધખોળજામનગર,તા 02 ઓગષ્ટ 2022,મંગળવારજામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગઈકાલે રાત્રે અમદાવાદ એટીએસ ની ટીમે નશા ના કારોબારને લઈને ધામા નાખ્યા હતા, અને જામનગરની એલસીબી અને એસઓજી શાખાની ટુકડીને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જામનગરની એસઓજી ની ટીમ દ્વારા નશાના કારોબારને લઈને એક શખ્સને ઉઠાવી લેવામાં આવ્યો છે, અને તેની પૂછપરછ ચાલી રહી છે.. ઉપરાંત અન્ય એક શખ્સની શોધખોળ ચલાવવામાં આવી રહી છે ગુજરાતી એટીએસ દ્વારા ડ્રગ્સના કાળા કારોબાર પર ગઈકાલે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી અને ભારત પાકિસ્તાનની સરહદ પરથી કોસ્ટકાર્ડ ને સાથે રાખીને ઓપરેશન પાર પાડ્યું હતું, અને નશીલા પદાર્થ નો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં કેટલાક પાકિસ્તાનીઓને આંતરી લેવાયા છે. દરમિયાન એટીએસ ની ટીમને ડ્રગ્સના મામલે જામનગરના બેડેશ્વર વિસ્તારનું કનેક્શન મળ્યું હતું, જેથી ગઈકાલે રાત્રે અમદાવાદ એટીએસની ટીમેં જામનગરમાં ધામા નાખ્યા હતા, અને જામનગરની એલસીબી તથા એસઓજી શાખાની ટુકડીને સાથે રાખવામાં આવી હતી. જ્યાં એક રીક્ષાચાલકને ઉઠાવી લઈ તેની પૂછપરછ  હાથ ધરી હતી. જો કે મોડી રાત્રે એટીએસ ની ટીમ પાછી ફરી હતી. દરમિયાન જામનગરની એસોજી શાખાની ટુકડીએ એક રીક્ષા ચાલકની અટકાયત કરીને કચેરીએ લઈ જવામાં આવ્યો છે, જેની પાસેથી એમ.ડી. ડ્રગ્સ નો કેટલોક જથ્થો પણ મળી આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની ઊંડાણપૂર્વક ની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, અને તેની સાથે અન્ય એક શખ્સ પણ જોડાયેલો હોવાથી એસ.ઓ.જી ની ટીમ દ્વારા તેના સાગરીત ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.