પી.એસ.આઈ જી.જે ઝાલા અને સાથી ટીમ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલોને રક્ષાબંધનનાં દિવસે રાખડી બાંધવામાં આવી - At This Time

પી.એસ.આઈ જી.જે ઝાલા અને સાથી ટીમ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલોને રક્ષાબંધનનાં દિવસે રાખડી બાંધવામાં આવી


પી.એસ.આઈ જી.જે ઝાલા અને સાથી ટીમ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલોને રક્ષાબંધનનાં દિવસે રાખડી બાંધવામાં આવી

રાજકોટ વૃદ્ધાશ્રમ એ સંસ્કૃતિ નથી ન પણ આજના સમાજની જરૂરીયાત છે. ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પ્રેમ અને સમર્પણના બંધનને ઉજાગર કરે તેવા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પી. એસ. આઈ એ જી.જે ઝાલા, ભારતીબા રાજેન્દ્રસિંહ, ભાવુંબેન ડેરવડીયા, ધારાબેન ચાવડા, રીટાબેન, મીનાબેન દ્વારા વૃદ્ધાશ્રમનાં વડીલોને રાખડી બાંધીને ઉજવ્યો.
વડીલોને સમાજના, સંસ્કૃતિના સાચા સંરક્ષક માનવામાં આવે છે. તેઓ માનવીયતા, સમાજના નૈતિક મૂલ્યોને જીવંત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ રક્ષાબંધન વૃદ્ધો અને યુવાઓ વચ્ચેના સ્નેહ અને આદરની ભાવનાનો અનોખો સમન્વય હતો.સંસ્કાર, સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાઓના અનુસરણીના ઉત્સવ તરીકે સદભાવના વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધન ઉજવાયો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.