પિતાએ ઠપકો આપતા મારવાડી યુનિવર્સિટીનો વિદ્યાર્થી ગુમ થયો : અપહરણની ફરિયાદ
પિતાએ ઠપકો આપતા મારવાડી યુનિવર્સિટીનો વિદ્યાર્થી ગુમ થયો છે. જેથી અપહરણની ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદમાં પિતા અશ્વીનભાઈ દામજીભાઇ સવનીયા (ઉ.વ.55) (રહે, ગાંધીગ્રામ ન્યુ મહાવીર નગર શેરી નં.02)એ જણાવ્યું કે, મારે સંતાનમાં ત્રણ દિકરીઓ તથા એક દિકરો છે. દિકરોનું નામ દક્ષ (ઉ.વ. 17) છે. જે હાલ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
ગઇ કાલ તા.03/09/2024 ના રોજ સાંજના નવેક વાગ્યાની આસપાસ મારી દિકરીએ મને વાત કરેલ કે, દક્ષની કોલેજમાંથી તેમના ટીચરનો મેસેજ આવેલ છે કે, દક્ષ પોતાનું હોમવર્ક કરતો નથી અને અમુક દિવસે સ્કુલમાં ગેરહાજર રહે છે. જે બાબતે મે તેમને કહેતા તે મારુ કહ્યુ માનતો નથી અને અગાઉ તેને સીગરેટ પીતા પણ મે પકડેલ હતો. તમે તેમને કંઈક સમજાવો તેમ મને કહેતા મે દક્ષને ઠપકાના શબ્દો કહેલ હતા. ત્યારબાદ અમે બધા ઘરના સભ્યો સાથે જમેલ અને અમારે બધા ને મારા કાકાજી સસરા જેન્તીભાઈ જે ગોવિંદનગરમા રહેતા હોય તેમના ઘરે બેસેવા જવાનુ હતુ જેથી મે મારા દિકરાને પુછતા તેણે પોતાને હોમવર્ક કરવાનુ બાકી છે મારે ત્યા નથી આવવુ તમે લોકો જતા રહો તેમ કહેતા અમે બધા મારા કાકાજી સસરાના ઘરે ગયેલ અને ત્યાંથી રાત્રીના બે વાગ્યાની આસપાસ ઘરે પરત આવેલ ત્યારે દક્ષ તેના રૂમમાં હતો નહી અને તેનુ લેપટોપ પણ મળી આવેલ નહી. ફોન સતત સ્વીચ ઓફ આવેલ. મિત્રોમાં તપાસ કરી પણ કોઈ સગળ ન મળતા ગાંધીગ્રામ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.