ભારતને ડ્રોન ટેકનોલોજીનુ હબ બનાવવાનુ સપનુ થશે સાકાર: આસામમાં પ્રથમ ડ્રોન સ્કુલનુ ઉદ્ઘાટન - At This Time

ભારતને ડ્રોન ટેકનોલોજીનુ હબ બનાવવાનુ સપનુ થશે સાકાર: આસામમાં પ્રથમ ડ્રોન સ્કુલનુ ઉદ્ઘાટન


દિસપુર, તા. 10 ઓગસ્ટ 2022 બુધવારભારતને ડ્રોન ટેકનોલોજીનો ગઢ બનાવવાની કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના હેઠળ પૂર્વોત્તરના આસામના ગુવાહાટીમાં પ્રથમ ડ્રોન સ્કુલનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે.  આસામ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે (AMTRON) આ પરિયોજના માટે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) ગુવાહાટીના સ્ટાર્ટઅપ 'EduRade' અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કલકત્તાના ઈનોવેશન પાર્ક સાથે હાથ મિલાવ્યા છે.આસામના માહિતી ટેકનોલોજી મંત્રી કેશવ મહંતે મંગળવારે આ ડ્રોન સ્કુલનુ ઉદ્ઘાટન કર્યુ. તેમણે કહ્યુ, નિષ્ણાંતો પાસેથી તાલીમ લીધા બાદ યુવાન દેશમાં ક્યાંય પણ અને કોઈ પણ ક્ષેત્રે કામ કરી શકે છે. ભારતમાં ડીજીસીએ દ્વારા માન્યતા પ્રાપ્ત પહેલા ડ્રોન તાલીમ સ્કુલનુ ઉદ્ઘાટન ગયા વર્ષે હરિયાણામાં કરવામાં આવ્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.