આસામ જેહાદી પ્રવૃતિઓનો ગઢ બની રહ્યુ છે: CM હિમંતા બિસ્વા સરમા
દિસપુર, તા. 04 ઓગસ્ટ 2022 ગુરૂવારઆસામ અત્યારે જેહાદી પ્રવૃત્તિઓઓનુ કેન્દ્ર બની ગયુ છે અને છેલ્લા અમુક મહિનાઓમાં અહીં બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસારુલ ઈસ્લામના પાંચ મોડ્યુલ નો પર્દાફાશ થયો છે. રાજ્યના સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ દાવો કર્યો. સીએમ સરમાએ જણાવ્યુ કે અંસારુલ ઇસ્લામ તરફથી સંબંધિત છ બાંગ્લાદેશી નાગરિકો યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે આસામ આવ્યા હતા અને તેમાંથી એકની આ વર્ષે માર્ચમાં બારપેટામાં પ્રથમ મોડ્યુલમાં પર્દાફાશ કરવા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.તેમણે કહ્યુ કે આસામની બહારના ઈમામોનુ મુસ્લિમ યુવકોને ખાનગી મદરેસામાં અભ્યાસના નામે ગેરમાર્ગે દોરવા ચિંતાજનક વાત છે. જેહાદી પ્રવૃતિઓ આતંકવાદી કે ઉગ્રવાદ પ્રવૃતિઓથી ખૂબ અલગ છે. આ ઘણા વર્ષો સુધી ગેરમાર્ગે દોરવાની સાથે શરૂ થાય છે, જે બાદ ઈસ્લામી કટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં સક્રિય ભાગીદારી હોય છે અને અંતમાં વિનાશક પ્રવૃતિઓ તરફ વળે છે. રાજ્યમાં 2016-17માં ગેરકાયદે પ્રવેશ કરનાર બાંગ્લાદેશી નાગરિકોએ કોવિડ-19 મહામારી દરમિયાન ઘણી તાલીમ શિબિરોનુ સંચાલન કર્યુ. તેમણે કહ્યુ, તેમાંથી માત્ર એક બાંગ્લાદેશીની અત્યાર સુધી ધરપકડ કરાઈ છે અને હુ લોકોને અપીલ કરુ છુ કે રાજ્યની બહારની કોઈ વ્યક્તિ મદરેસામાં શિક્ષક કે ઈમામ બની જાય તો તેની માહિતી સ્થાનિક પોલીસને આપે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.