સાણંદમાં વિરોચનનગર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો... - At This Time

સાણંદમાં વિરોચનનગર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો…


અમદાવાદ : સાણંદ

રાજ્યભરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં 100 ટકા નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અને પરિણામ લક્ષી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 26 જુન બુધવાર અને 28 જૂન શુક્રવાર દરમિયાન 21 માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે

સાણંદ માં વિરોચનનગર ની પ્રાથમિક શાળાઓમાં તાલુકા વિકાસ અધિકારી નીરજ બારોટ ની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશશો અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો અને બાળકોને બાળવાટિકામાં પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નીરજ બારોટ, પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ બારડ, તાલુકા સદસ્ય લિયાકતખાન, સરપંચ હિતેશસિંહ બારડ, અને આરીફખાન પઠાણ, પૂર્વ સરપંચ અનવરખાન પઠાણ, ગામના આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ ગ્રામજનો સહિતન લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્યુરો રિપોર્ટ ફઝલખાના પઠાણ સાણંદ અમદાવાદ..


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.