ધાંગધ્રાના ભરાડા ગામે ચંદ્રભાગા નદીમાં થતી ખનીજ ચોરી સહીત 1 ડમ્પર, હુડકા સહીત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામ પાસે ચંદ્રભાગા નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ચોકકસ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી ડમ્પર અને હુડકુ સહિત લાખોના મુદ્દામાલ જપ્ત કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામ પાસે ચંદ્રભાગા નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ચોકકસ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી હતી રેડ દરમ્યાન એક ડમ્પર અને હોડકુ ગેરકાયદેસર રેતી ચોરી કરતા ઝડપાયા હતા ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા લાખોના મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાતા ખનીજ માફીયાઓમાં ફફળાટ વ્યાપી ગયો હતો જેમાં ઝડપાયેલા વાહનો સીઝ કરી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખીને આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગની ટીમે હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.