*દાહોદ દિલ્હી -મુંબઈ કોરીડોર હાઇવેમા ૧૪ ગામોના ખેડૂતોની જમીન સંપાદન બાબતે સર્વે કરી મુળભુત સુવિધાઓ પુર્ણ કરવામા નહી આવે તો “ખેડુતો દ્વારા હાઈવેનુ કામ બંધ કરો આંદોલન છેડવાના મુડમા”**
*દાહોદ દિલ્હી -મુંબઈ કોરીડોર હાઇવેમા ૧૪ ગામોના ખેડૂતોની જમીન સંપાદન બાબતે સર્વે કરી મુળભુત સુવિધાઓ પુર્ણ કરવામા નહી આવે તો "ખેડુતો દ્વારા હાઈવેનુ કામ બંધ કરો આંદોલન છેડવાના મુડમા"**
દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવેના ૧૪ ગામોના ખેડૂતોની જમીન આ હાઇવેમાં સંપાદન થયા બાદ ખેડૂતોની મૂળભૂત સુવિધાઓ હતી તે પણ આ હાઇવેની કામગીરીમા છીનવાઈ જતાં ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી એમની માંગણીઓ બાબતે અનેક આંદોલન અને આવેદનપત્ર આપતાં આવેલ છે. અને તે બાબતે ત્રણ ત્રણ સર્વે કરવા છતાં આજદિન સુધી ખેડૂતો ને ફક્ત લોલીપોપ જ આપી તારીખ પે તારીખ મળતી હોવાથી આક્રોશમા છે. અને હાલ છ ઓગસ્ટના રોજ ખેડૂતોએ હાઇવેનું કામ બંધ કરાવી દેતા ફરી સર્વે કરાવવામાં આવ્યું તે બાદ પણ માંગ પુરી કરવામાં ના આવતાં ખેડૂતોએ ફરી હાઇવે બંધની ચીમકી આપતાં ચોથી વાર તા.13/14 નવેમ્બરના રોજ કરવાવવામાં આવ્યું અને સામે સર્વેની યાદી સાથે ખેડૂતોએ ચીમકી આપતા. 28 નવેમ્બરના રોજ માંગણી મુજબના જવાબદાર તમામ અધિકારીઓને ખેડૂતો સાથે ચર્ચા કરાવવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તા. 2 ડિસેમ્બરના રોજ લેખિત બાંહેદરી આપે નહી તો તા. 3 ડિસેમ્બરના રોજ હાઇવેનું કામ બંધ કરાવી દેવામાં આવશે. ખેડૂતો આપેલ ચીમકી અંતર્ગત તા. 28 નવેમ્બરના રોજ પ્રાંત કચેરી ઝાલોદ પહોચ્યાં ત્યાં કોઈ અધિકારી ઉપસ્થિત ના હોવાથી આજરોજ ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા અસરગ્રસ્ત ૧૪ ગામોના ખેડૂતોની ગામે ગામ મિટિંગ કરી અને ખેડૂતોને જણાવ્યું કે, આપણે આપેલ ચીમકી અનુસાર તા. 2ડિસેમ્બર ના રોજ લેખિત બાંહેદરી નહીં આપવામાં આવે તો તા. 3ડિસેમ્બરના રોજ ૧૪ ગામોમાં ચાલતું કામ અટકાવવા સિવાય હવે આપણો હક આપણ ને મળે તેમાં નથી. તો આવતી કાલ તા. 2ડિસેમ્બર ની રાહ જોયા બાદ માંગણીઓ પુરી નહીં થાય તો ત્રણ તારીખે તમામ ખેડૂતો એ પોતાના પરિવાર સાથે હાઇવેનું કામ બંદ કરાવવાના કામે રસ્તા પર ઉતરશે.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.