બિહારમાં ઓવૈસીની AIMIM પાર્ટીમાં ભંગાણ: પાંચમાંથી ચાર ધારાસભ્યો RJDમાં જોડાશે - At This Time

બિહારમાં ઓવૈસીની AIMIM પાર્ટીમાં ભંગાણ: પાંચમાંથી ચાર ધારાસભ્યો RJDમાં જોડાશે


નવી દિલ્હી તા.29 જૂન 2022, બુધવાર  બિહારમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી તૂટી ગઇ છે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ઓવૈસીની પાર્ટીના 4 ધારાસભ્યોના જોડાવાની પુષ્ટિ કરી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના ચાર ધારાસભ્યો RJDમાં જોડાશે. આ પહેલા બુધવારે બપોરે અચાનક તેજસ્વી યાદવે બિહાર વિધાનસભાના અધ્યક્ષ વિજય સિંહાના રૂમમાં પહોંચ્યા અને AIMIMના 4 ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અખ્તરુલ ઈમાન સિવાયના ઓવૈસીની પાર્ટીના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. પાર્ટીના જે ધારાસભ્યો આરજેડીમાં જોડાઈ રહ્યા છે તેમાં કોચાધામન સીટના ધારાસભ્ય મોહમ્મદ ઈઝહર અસ્ફી, જોકીહાટના ધારાસભ્ય શાહનબાઝ આલમ, બયાસીના ધારાસભ્ય રુકનુદ્દીન અહેમદ, બહાદુરગંજના ધારાસભ્ય અંજાર નઈમીનો સમાવેશ થાય છે.બીજેપીને પાછળ છોડીને સૌથી મોટી પાર્ટી બનશે. ઓવૈસીની પાર્ટીના ચાર ધારાસભ્યો જોડાવાથી RJD બિહારમાં બીજેપીને પાછળ છોડીને સૌથી મોટી પાર્ટી બની જશે. હવે આરજેડી પાસે વિધાનસભામાં 79 ધારાસભ્યો હશે, જ્યારે ભાજપ 77 ધારાસભ્યો સાથે બીજા નંબરની પાર્ટી રહેશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.