કમ્પ્યૂટર ઓપરેટરની હડતાળથી મહીસાગર જિલ્લાની ગ્રામ પંચાયતો સૂમસામ બની
મહીસાગર જિલ્લાના ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટર પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. અગાઉ ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રી હડતાળ પર ઉતરી ગયા હતા, અને હવે કોમ્પ્યુટર ઓપરેટર પણ હડતાળ પર ઉતરી જતા તમામ પંચાયતોના કામ અટકી પડ્યા હતા. તલાટી કે કોમ્પયુટર ઓપરેટર વગર બોડીને કામ કરવા તો કેવી રીતે તે પ્રશ્ન ઉભા થયા છે.આમ પંચાયતોમાં કોમ્પ્યુટર બંધ, ખુરશીઓ ખાલી હતી. જેના કારણે કોઈ અરજદાર કે પંચાયત બોડીના કોઈસભ્ય પણ દિવસ દરમિયાન ગ્રામ પંચાયતમાં ડોકાયા ન હતા.
હડતાળ પર ઉતરી ગયેલા VCE કર્મચારીઓ દ્વારા તમામ પડતર માંગણીઓનું ઝડપથી નીરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે.આમ ગૂરૂવારના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના VCE દ્વારા જિલ્લા તાલુકા અધિકારીને આવેદનપત્રો આપી રજૂઆત કરી હતી.આમ લુણાવાડા તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટર પણ પોતાની વિવિધ પડતર માગણીઓ લઈને હડતાલમાં જોડાયા હતા.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.