કોરોનાના દૈનિક કેસમાં વધારો થતાં, ગુજરાતમાં કોરોનાના ૭૪૨ નવા કેસ,અમદાવાદમાં સૌથી વધુ ૨૬૦
અમદાવાદ,બુધવાર,13
જૂલાઈ,2022બુધવારે ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં ૧૬૫ કેસનો વધારો
થતાં ગુજરાતમાં કોરોનાના નવા ૭૪૨ કેસ નોંધાયા હતા.કોરોનાથી એકપણ દર્દીનું મોત થયુ
નહોતું.૬૭૩ દર્દી સાજા થયા હતા.રાજયમાં કોરોનાના કુલ ૪૨૨૫ એકટિવ કેસ નોંધાયેલા
છે.આ પૈકી ત્રણ દર્દી વેન્ટિલેટર ઉપર છે જયારે ૪૨૨૨ દર્દી સ્ટેબલ છે.અમદાવાદ શહેર
અને ગ્રામ્યમાં સૌથી વધુ ૨૬૦ કોરોનાના નવા કેસ નોંધાયા હતા.૧૫ જૂલાઈથી અમદાવાદમાં
૧૮ થી ૫૯ વય સુધીના ૩૩ લાખ લોકોને કોરોના રસીનો પ્રિકોશન ડોઝ અર્બન હેલ્થ સેન્ટર
ઉપરથી અપાશે.રાજયમાં કોરોનાના વધેલા સંક્રમણની સાથે સુરત કોર્પોરેશન
વિસ્તારમાં ૭૫ કેસ, વડોદરા
કોર્પોરેશન વિસ્તારમાં ૪૧ અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં ૪૦ તથા ગાંધીનગર
કોર્પોરેશન વિસ્તારમાં ૨૪ કેસ નોંધાયા હતા.ઉપરાંત જામનગર કોર્પોરેશન વિસ્તારમાં ૧૨
તથા રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ૧૧ કેસ નોંધાયા હતા.જૂનાગઢ કોર્પોરેશન
વિસ્તારમાં એક કેસ નોંધાયો હતો.મહેસાણામાં ૬૩ કેસ, સુરત ગ્રામ્યમાં ૩૨ કેસ નોંધાયા હતા.ગાંધીનગર ગ્રામ્યમાં ૨૩
તથા વલસાડમાં ૨૨ કેસ નોંધાયા હતા.કચ્છ અને પાટણમાં અનુક્રમે ૧૯-૧૯ કેસ નોંધાયા
હતા.ભાવનગર તથા રાજકોટ ગ્રામ્યમાં અનુક્રમે ૧૩-૧૩ કેસ નોંધાયા હતા.દેવભૂમિ દ્વારકા
તેમજ નવસારીમાં નવ-નવ કેસ નોંધાયા હતા.અમરેલી,બનાસકાંઠા અને સાબરકાંઠામાં આઠ-આઠ કેસ નોંધાયા હતા.આણંદ અને
ભરુચમાં સાત-સાત કેસ નોંધાયા હતા.ખેડા,મોરબી
અને વડોદરા ગ્રામ્યમાં અનુક્રમે ચાર-ચાર કેસ નોંધાયા હતા.અરવલ્લીમાં ત્રણ કેસ
નોંધાયા હતા.પોરબંદર અને સુરેન્દ્રનગરમાં અનુક્રમે એક-એક કેસ નોંધાયો હતો.કેન્દ્ર સરકારે આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત ૧૫ જૂલાઈથી ૭૫
દિવસ સુધી કોરોના વેકિસનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવા લીધેલા નિર્ણયને પગલે ૧૫
જૂલાઈથી અમદાવાદ શહેરમાં આવેલા ૮૦ જેટલા મ્યુનિસિપલ અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી ૧૮
થી ૫૯ વયના લોકોને પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે.૧૨ જાન્યુઆરી-૨૦૨૨
સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ ૩૭,૭૩,૨૬૩ લોકોએ કોરોના
વેકિસનનો બીજો ડોઝ લીધો હતો.૧૩ જૂલાઈ-૨૦૨૨ની સ્થિતિએ શહેરમાં કુલ ૪,૪૫,૫૬૧ લોકોએ
પ્રિકોશન ડોઝ લીધો હતો.૧૫ જૂલાઈથી વિનામૂલ્યે આપવામાં આવનાર કોરોના વેકિસનના
પ્રિકોશન ડોઝનો કુલ ૩૩,૨૭,૭૦૨ લોકોને લાભ
મળી શકશે.અમદાવાદમાં વધુ બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા
અમદાવાદ શહેરમાં ૧૪ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં હતા.ચાર
સ્થળમાંથી માઈક્રોકન્ટેઈન્મેન્ટ દુર કરવામાં આવ્યુ છે.શહેરના નવા બે સ્થળ જેમાં
પાલડીના કાગદીવાડમાં આવેલા આકાર ફલેટના બે મકાનના સાત લોકો અને થલતેજમાં આવેલા
શિવગણેશ બંગલોઝ પાર્ટ-વનના ચાર મકાનના ૧૪ લોકોને કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ
માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.