ઉકાઇ ડેમ એકવાર ભરાઇ જાય તેટલું 7.39 કરોડ ક્યુસેક પાણી દરિયામાં છોડી દેવાયું
- આટલું પાણી ખેતીપાક માટે બેથી ત્રણ વર્ષ ચાલે : ૫૫ દિવસમાં કુલ 7.78 કરોડ ક્યુસેક પાણી આવ્યું અને માત્ર 39.47 લાખ
ક્યુસેક સ્ટોરેજ કરાયું- ઉકાઇ ડેમની સપાટી
315 ફુટ થી
સપાટી 20 ફુટ વધીને 335.67 ફુટ થઇ સુરતઆવનાર
ભવિષ્યમાં પાણીની તંગીને ધ્યાનમાં રાખીને જળ એજ
જીવનનું સુત્ર અપનાવાઇ રહ્યુ છે. ત્યારે ઉકાઇ ડેમમાં આ વર્ષે ચોમાસાની
સિઝનમાં કુલ ૫૫ દિવસમાં ૭.૭૮ કરોડ કયુસેક પાણી ઠલવાયુ જેની સામે ૭.૩૯ કરોડ કયુસેક
પાણી દરિયામાં છોડી દેવાયું હતું. ૩૯.૪૭ લાખ કયુસેક પાણી બચાવતા અત્યાર સુધીમાં
સપાટીમાં ૨૦ ફુટનો વધારો થયો છે. આ કરોડો કયુસેક પાણી દરિયામાં વહી જતુ હોવાથી
શાસકોએ પાણી બચાવવા માટેની કામગીરી ઝડપથી કરીને આવનાર ચોમાસા સુધી સ્ટોરેજ કરી
શકાય તેવી માંગ ઉઠી છે. ઉકાઇ ડેમના
ટેસ્કાથી લઇને છેલ્લે ઉકાઇ સુધીના ૫૧ રેઇનગેજ સ્ટેશનમાં મૌસમનો કુલ ૫૮૧ મિ.મિ અને સરેરાશ
૨૩.૨૪ ઇંચ વરસાદ ખાબકયો છે. વરસાદની શરૃઆત થઇ ત્યારે ઉકાઇ ડેમમાં ૩૦ મી જુનથી ૧૦૦૦
કયુસેકથી પાણીની આવક શરૃ થઇ હતી. ત્યારબાદ સતત પાણીની આવક વધતી ગઇ હતી. એક તબક્કે ૩.૫૯
લાખ કયુસેક પાણીનો આવરો આવ્યો હતો. અને વધુમાં
વધુ ૧.૭૫ લાખ કયુસેક સુધી પાણી છોડયુ હતુ. દરમ્યાન ઉકાઇ ડેમમાં ૩૦ જુનથી આજે ૨૩ મી
ઓગસ્ટ સુધીના ૫૫ દિવસમાં કુલ ૭૯૩૭ મિલીયન કયુબીક મીટર ( એમસીએમ) અને ૭.૭૮ કરોડ કયુસેક
પાણીની આવક ડેમમાં ઠલવાઇ હતી. જેની સામે જુલાઇ મહિનાના ૧૪ દિવસ અને ઓગસ્ટ મહિનાના ૧૫
દિવસ મળી કુલ ૨૯ દિવસ ઉકાઇ ડેમમાંથી ૭૩૩૫ એમસીએમ અને ૭.૩૯ કરોડ કયુસેક પાણી તાપી નદીમાં
છોડી દેવાયુ હતુ. અને ૪૦૨ એમસીએમ અને ૩૯.૪૭ લાખ કયુસેક પાણીનો બચાવ કર્યો છે. જયારે
હાઇડ્રોમાં સતત ૨૪ હજાર કયુસેક પાણી છોડીને વીજ ઉત્પાદન તો ચાલુ જ રહ્યુ છે. આમ
૩૯.૪૭ લાખ કયુસેક પાણી બચાવતા ઉકાઇ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ૩૦ મી જુને
પાણીની આવક આવી ત્યારે સપાટી ૩૧૫ ફુટ હતી. અને આજે ૨૦ ફુટ વધીને ૩૩૫.૬૭ ફુટ થઇ
હતી. ઉપરવાસમાં દેમાર વરસાદ તો ઝીંકાય છે અને પાણી પણ છોડાઇ છે. પરંતુ જળ એ જ જીવન
જે સુત્ર ચલાવાઇ રહ્યુ છે ત્યારે લાખો કયુસેક પાણી દરિયામાં વહી જતુ અટકાવવા માટે
ઝડપથી નિર્ણય લેવો જોઇએ. કેમકે જે પાણી દરિયામાં છોડી દેવાયુ છે તે બે વાર આખો ડેમ
ભરાઇ જાય તેટલું પાણી હતું. આ પાણી ખેતીપાક માટે બે થી ત્રણ વર્ષ ચાલે તેટલુ હતું.ઉકાઇ ડેમની
સ્થિતિ-
કુલ કેપેસીટી ૭૪૧૪ એમસીએમ-
લાઇવ સ્ટોેરેજ ૬૭૨૯
એમસીએમ-
ઉકાઇ ડેમમાં કુલ ૭૯૩૭ એમસીએમ પાણી આવ્યુ-
૯૬ એમસીએમ પાણી કેનાલ માં છોડયુ-
૧૯૦૨ એમસીએમ છ હાઇડ્રોમાં છોડયુ-
૫૫૩૬ એમસીએમ દરવાજા ખુલ્લા કરીને છોડયુ-
કુલ ૭૫૩૫ એમસીએમ પાણી છોડી મુકયુ -
કુલ ૪૦૨ એમસીએમ પાણી ડેમમાં બચાવ્યુ -
સૌથી વધુ ૩.૫૮ લાખ કયુસેક ઇનફલો આવ્યો-
સૌથી વધુ ૧.૭૫ લાખ કયુસેક પાણી છોડયુ -
૩૦.૬.૨૨ ના રોજ ઉકાઇ ડેમમાં પ્રથમ નીર આવ્યા-
૧૫ જુલાઇએ પ્રથમ વખત દરવાજા
ખુલ્લા કર્યા-
૨૯ જુલાઇ એ પાણી છોડવાનું બંધ કરાયુ -
છ ઓગસ્ટે ફરી દરવાજા ખુલ્લા કર્યા -
૨૧ ઓગસ્ટે ફરી બંધ કર્યા -
૨૪ હજાર કયુસેક હાઇડ્રોમાં સતત પાણી છોડાઇ રહ્યુ છે-
ઉકાઇ ડેમની સપાટી ૩૧૫ ફુટ થી વધીને ૩૩૫ ફુટ થઇ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.